<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

કાલે શનિવારે જયા એકાદશીનું મહત્‍વ અને પૂજનબોધ

જયા એકાદશીનું પૂજનઃ જયા એકાદશીના દિવસે સવારના વહેલા ઉઠી નિત્‍ય કર્મ કરી નિત્‍ય પૂજા કરી અને એક બાજોટ અથવા પાટલા ઉપર સફેદ અથવા પીળું વષા પાથરી તેના ઉપર સવા મુઠી ચોખાની ઢગલી કરી વિષ્‍ણુ ભગવાનની છબી અથવા તો શ્રીકૃષ્‍ણ ભગવાનને રાખી બાજુમાં ચોખા ઘીનો દીવો કરો, અગરબત્તી કરવી, ઘરમાં શાલીગ્રામ હોય તો તે પણ રાખવા સાથે ચાંદલો ચોખ્‍ખા કરી તુલસી દલ અર્પણ કરવું. ભગવાનને નાડાછડીનું વષા અર્પણ કરવું. ભગવાનની છબી ઉપર અથવા શ્રીકૃષ્‍ણ ભગવાન ઉપર અને શાલીગ્રામ ઉપર અબિલ, ગુલાલ, કંકુ પધરાવા. અગરબત્તીનો ધૂપ આપી નૈવેદ્યમાં શેરડીને કટકા કરી અને ખાસ ધરાવા સાથે મોતીચૂરના લાડવા પણ ધરી શકાય છે. ત્‍યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાયમંત્રની એક અથવા ત્રણ માળા કરવી એકાદશીની કથા વાંચવી. આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું. બપોરના નિંદ્રાનો ત્‍યાગ કરવો રાત્રિના ૧૨ વાગ્‍યા સુધીનો જાગરણ કરવું.

જયા એકાદશીના વ્રતનું ફળ :આવી રીતના જયા એકાદશીનું વ્રત પૂજન કરવાથી જીવનની મુસીબતોમાંથી મુક્‍તિ મળે છે. જે પતિ-પત્‍નીને ભડતું ન હોય તો આ એકાદશીનો વ્રત કરવાથી પતિ-પત્‍ની વચ્‍ચેના સંબંધ સારા થશે. તે ઉપરાંત જીવનમાં કોઈપણ બાધા હોય તે પણ દૂર થાય છે.

જયા એકાદશીનો બોધ :કોઈ દિવસ વડીલજનોનું  ગુરૂજનોનું અપમાન કરવું નહીં. જીવનમાં નિયમમાં રહેવું તથા કોઈપણ ભૂલ થઈ ગઈ હોય તો તેનો પ્રાયヘતિ કરવું જેનાથી આપના જીવનની દરેક બાધાઓ દૂર થશે. આ દિવસે ભગવાનને શેરડી ધરાવાનું મહત્‍વ ખાસ છે.(૩૬-૧ર)

        જયોતિષી રાજદીપ જોશી

               મો.નં. ૯૯રપ૬ ૧૧૯૭૭

(3:43 PM IST)