News of Friday, 7th February 2025
રેલ્વે- પ્લેનમાં શૌચાલય તો ઍસ-ટી બસમાં કેમ નહી?
તાલુકા શાળાની વિદ્યાર્થીનીનો ભૂતપૂર્વ ડિરેકટરને સણસણતો સવાલ :' શીક્ષણ સમિતિ દ્વારા વિજ્ઞાન સફળ કાર્યક્રમમાં ધો.૬ થી ૮ના બાળકો દ્વારા અવનવા પ્રયોગો રજૂ

રાજકોટ તા. ૭ઃ સમાજના સવાઁગી અને સાતત્ય પૂર્ણ ટકાઉ વિકાસ માટે અનિવાર્ય ઍવા વૈજ્ઞાનિક વલણના વિકાસ માટે અવિરતપણે કાર્યરત ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા. ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ થી દરેક સોમ, બુધ અને શુક્રવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ - રાજકોટ હસ્તકની ૯૩ શાળાઓના ધો.૬ થી ૮ ના તમામ બાળકો માટે ‘‘ વિજ્ઞાન સફર’’ કાર્યક્રમ અંતર્ગત બાળકોને વિજ્ઞાન સાથે સંલગન્ તમામ પ્રોજેકટ બતાવી અને પ્રેકટીકલ પ્રયોગો કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ ૧૨૦ વિદ્યાર્થીઓને લાવવામાં આવે છે અને લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં આવતા તતથા જીવનમાં જરૂરી પ્રયોગો કરીને બતાવવામાં આવે છે. તેમજ અત્યાધુનિક વિજ્ઞાન મ્યુઝિયમની મુલાકાત કરવામાં આવે છે.
જેમાં આજરોજ લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે આવેલા આઇઆઇઍમના પુર્વ ડીરેકટર અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના માર્ગદર્શક પ્રોફેશર અનીલ ગુાઍ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને વિદ્યાર્થીનઓ નો આત્મ વિશ્વાસ વધાર્યો હતો.
આ તકે માધાપર તાલુકા શાળાની ધો.૮ની વિદ્યાર્થીની કુમારી જીજ્ઞા વાઘેલા દ્વારા શ્રીગુાને સંવાદ દરમીયાન ખુબજ અગત્યની જરૂરીયાત કહી શકાય તેવી બાબત જણાવી હતી કે રેલ્વે તથા પ્લેનમાં શૌચાલય હોય તો આપણી ઍસ.ટી.બસમાં કેમ નહીં? આ બાબતની તેઓ ઍ ખાસ નોîધ લઇને તુરતજ જીઍસઆરટીસીના ડાયરેકટરને પત્ર લખવાની રજુઆત કરી અને પોતે કેન્દ્ર સરકારના આ વિભાગના અધિકારીને આજે જ સંદેશો મોકલશે તેવી ખાત્રી આપી અને ઉપસ્થિત દરેક મહાનુભાવોને જણાવ્યું કે બાળકો પાસે પણ કેવા ઉમદા વિચારો પડયા હોય છે તેનું આ જાગતું ઉદાહરણ છે.
આ વિજ્ઞાન સફર કાર્યક્રમનું આયોજન રાજકોટ નગર પ્રાથમીક શિક્ષણ કમીતી અને ઓ ધવજી વેલજી શેઠ લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમમાં લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમ, પુર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઇ કથીરીયા તેમજ નગર પ્રાથમીક શિક્ષણ કમીતીના સદસ્યો વિક્રમસિંહ જાડેજા, હિતેશભાઇ રાવલ, મનસુખભાઇ વેકરીયા ઉપસ્થિત રહયાં હતા. તેમ શિક્ષણ સમીતી ચેરમેન વિક્રમ પુજારાઍ જણાવ્યું હતું.
(4:06 PM IST)










