<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

દલ્‍હીની જનતાને ‘આપદા'માંથી મુકિત મળી ગઇ

દિલ્‍હીને વિકસિત ભારતની વિકસિત રાજધાની બનાવવાનું સપનું પુરૂ કરશે વડાપ્રધાન મોદીઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ દેશની રાજધાની નવી દિલ્‍હીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી શાનદાર જીતના સારથી-સુકાની , પ્રજા વત્‍સલ લોકનાયક નરેન્‍દ્રભાઈ મોદી આવનારા સમયમાં નવી દિલ્‍હીને વિકસિત ભારતની વિકસિત રાજધાની બનાવશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કરતા સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, ગળહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સહિતના પક્ષના નેતાઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવતા કહ્યું છે કે, આ પરિણામોથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસ અને રાષ્‍ટ્રવાદની રાજનીતિને સમર્થન મળ્‍યું છે અને જાતિવાદ અને પરિવારવાદની રાજનીતિ સમાપ્ત થઈ ગઈ છે. આ પરિણામ વિપક્ષો દ્વારા કરવામાં આવેલા કુપ્રચાર, જૂઠ, વ્‍યક્‍તિગત આક્ષેપ અને પાયાવિહોણી રાજનીતિ વિરુદ્ધ ભારતનો જનાદેશ છે.આ જનાદેશ એ પણ દર્શાવે છે કે ભારતની જનતાએ દેશને જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટીકરણને સંપૂર્ણ રીતે ઉખાડી ને વિકાસવાદ અને રાષ્‍ટ્રવાદને પસંદ કર્યો છે.દિલ્‍હીની પ્રજાને આપદામાંથી મુક્‍તિ મળી છે અને હવે લોકો સાચા અર્થમાં વિકાસનો અનુભવ કરશે. રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે, એક નેતા તરીકે નરેન્‍દ્રભાઈ મોદીની અપરાજિત સફળતાનું કારણ છે તેમની પોતાની જાતને સતત પડકારતા રહેવાની ક્ષમતા, કોઈ પણ  બાહ્ય પડકારોની ક્ષમતા કરતા વધારે તેઓ પોતાને જ પડકારે છે અને બમણા જોશ સાથે એ પડકારોથી ઊગરે છે.  નરેન્‍દ્રભાઈ મોદી એવા મૂલ્‍યોનું પ્રતિનિધિત્‍વ કરે છે જે શાસન અને રાજકારણના સ્‍તરથી આગળ છે. તેઓ ભારત અને ભારતીયોમાં શ્રેષ્ઠતાની અપીલ કરે છે.  તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી રાષ્‍ટ્ર પ્રથમની ભાવનાથી એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્‍મ નિર્ભર ભારત, સશક્‍ત, સમળદ્ધ, સંપન્ન ભારતના નિર્માણ માટે એક પણ દિવસની રજા લીધા સિવાય પોતાનો સંપૂર્ણ સમય અને શક્‍તિ દેશના ૧૪૦ કરોડ લોકોના ઉત્‍થાન માટે ઉપયોગ કરી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહ્યા છે. નરેન્‍દ્રભાઈ મોદીએ સંપૂર્ણ સમર્પણના ભાવથી દેશના કરોડો નાગરિકો માટે કાર્ય કરીને અનેક જનકલ્‍યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને દેશના છેવાડાનાં માનવીને પણ પોતાના મૂળભૂત અધિકારો, સુવિધાઓ અને પારદર્શી વ્‍યવસ્‍થા મળી રહે તે દિશામાં અનેક નિર્ણય કર્યા છે. કાશ્‍મીરમાં કલમ ૩૭૦ની નાબુદી, અયોધ્‍યામાં રામજન્‍મભૂમિ વિવાદનો અંત અને મંદિરનું નિર્માણ સહિતના અનેક નિર્ણયોનો દેશ સાક્ષી બન્‍યો હોવાનું રાજુભાઇ ધ્રુવે યાદીનાં અંતમાં જણાવ્‍યું છે.

(3:09 PM IST)