<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ‘થિંક ડીફરન્‍ટ, બી ડીફરન્‍ટ' વિષય પર પરીક્ષાર્થી શુભેચ્‍છા સમારોહ યોજાયો

 

રાજકોટઃ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, રાજકોટ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે, મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્‍છા સમારોહનું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલું હોવાનું સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

આ સમારોહમાં ગુજરાત રાજ્‍ય સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખશ્રી ડી.વી.મહેતા, ગુજરાત રાજ્‍ય સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળના મંત્રીશ્રી પુષ્‍કરભાઈ રાવલ, ગુજરાત રાજ્‍ય આચાર્ય સંઘ સંયોજક શ્રી વિનોદભાઈ ગજેરા ં વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્‍યાન તેમણે કરેલી મહેનત બાદ સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું વિવિધ માધ્‍યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

મોટિવેશનલ સ્‍પીકર પૂજ્‍ય અપૂર્વમુનિ સ્‍વામીજી દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયેલ.

પૂ.અપૂર્વમુનિ સ્‍વામીએ‘થીન્‍ક ડીફરન્‍ટ, બી ડીફરન્‍ટ' વિષય પર વિડીયો અને વક્‍તવ્‍ય રજૂ કરેલું. અગવડ કે અવ્‍યવસ્‍થામાં, કોઈ અનાદર કે અપમાન કરે ત્‍યારે,જ્‍યારે આળસ કરવાનું મન થાય ત્‍યારે, ખરાબ આદત પડી જાય ત્‍યારે, કોઈ પ્રલોભનો કે લાલચ આવે ત્‍યારે, કોઈની અદેખાઈ કે ઈર્ષ્‍યા થાય ત્‍યારે, કોઈ અવરોધ આવે કે અન્‍યાય થાય ત્‍યારે, અસફળતા મળે ત્‍યારે, આત્‍મવિશ્વાસ ડગી જાય ત્‍યારે, કોઈ આપની પાસે અપેક્ષા રાખે ત્‍યારે, કંઇ ન આવડતું હોય એવું લાગે ત્‍યારે, સફળતા મળે ત્‍યારે, કોઈને આદર કે સહકાર આપવાનો થાય ત્‍યારે આમ વિવિધ પરિસ્‍થિતીમાં થીન્‍ક ડીફરન્‍ટ અભિગમ રાખીને સફળતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી.

સંસ્‍થાની લેખિત યાદી મુજબ શહેરની ૮૫ શાળાઓના ૭૦૦૦ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

પૂજ્‍ય અપૂર્વમુનિ સ્‍વામીએ કહ્યું કે વિચાર બદલાય, તો વિશ્વ બદલાય, ફક્‍ત સફળ નહીં પરંતુ મૂલ્‍યવાન બનવાનો પ્રયત્‍ન કરો, તમારી સવળી વિચારધારા જ તમને મહાન બનાવશે, નાની નાની સુટેવ તમને ઘણો લાભ કરાવશે, અથાગ પ્રયત્‍ન કરવાથી ધ્‍યેય પ્રાપ્‍ત કરવામાં સરળતા રહે છે, નિષ્‍ફળતાની પરીસ્‍થિતિમાં શ્રદ્ધા રાખી જીવનમાં આગળ વધતાં રહીએ.

(3:40 PM IST)