<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

લક્ષ્મીનગરમાં જયેશભાઇ અને તેના પત્‍નિને છરીના ઘા મારી દેવાની ધમકી

હું દારૂ વેંચુ છું તેવી ખોટી માહિતી તારી ઘરવાળી કેમ પોલીસને આપે છે? પડોશી મહિરાજસિંહે ઢીકા મારી કાચની બારી તોડી નાંખી, મકાન ખાલી કરી ભાગી જવાની ધમકી દીધીઃ માલવીયાનગરમાં ફરિયાદ

 

રાજકોટ તા. ૧૦: નાના મવા રોડ લક્ષ્મીનગરમાં રહેતાં યુવાન અને તેના પત્‍નિને પડોશમાં જ રહેતાં શખ્‍સે ઘરે આવી તારી પત્‍નિ કેમ મારા વિરૂધ્‍ધ પોલીસને હું દારુ વેંચુ છું તેવી ખોટી માહિતી આપે છે? કહી ઢીકા મારી બારીના કાચ ફોડી નાંખી તેમજ અહિથી ઘર મુકીને બંને ભાગી જજો નહિતર છરીના ઘા મારી દઇશ તેવી ધમકી આપતાં ચકચાર જાગી છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર-૬માં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં જયેશભાઇ ચુનીભાઇ મારડીયા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી લક્ષ્મીનગર-૬ બંધ શેરીમાં રહેતાં મહિરાજસિંહ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. જયેશભાઇએ જણાવ્‍યું છે કે હું સાતમી તારીખે રાતે સાડા દસેક વાગ્‍યે મારા પત્‍નિ સાથે ઘરે હતો ત્‍યારે નજીકમાં જ રહેતાં મહિરાજસિંહે આવી મારા ઘરની બારી પાસે ઉભા રહી જોર જોરથી રાડો પાડી-તારી પત્‍નિ કેમ મારા વિરૂધ્‍ધ હું દારૂ વેંચુ છું તેવી પોલીસ સ્‍ટેશનમાં ખોટી માહિતી આપે છે? તેમ કહી ઉશ્‍કેરાઇ જઇ બારીમાં ઢીકા મારી કાચ ફોડી નાખ્‍યા હતાં.

તેમજ ડેલીમાં પણ ઢીકાપાટુ માર્યા હતાં. આ ઉપરાંત તેણે-તું હવે આ ઘર ખાલી કરીને જતો રહેજે નહિતર તને અને તારી પત્‍નિ બે'યને છરીના ઘા મારી પતાવી દઇશ. તેમવી ધમકી આપી હતી. આથી અમે ડરીને ઘરેથી નીકળી જઇ અમારા ભાઇના ઘરે જતાં રહ્યા હતાં. બીજા દિવસે  અમે પોલીસને જાણ કરી હતી.  તેમ વધુમાં જયેશભાઇએ જણાવતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એએઅસાઇ એચ. ટી. પરમારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:59 PM IST)