<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

મને કોઇ પણ નોટીસ વિના છુટો કરી દેવાયો : ડો.રાજેશ માંકડીયા

મનપાના સેન્‍ટ્રલ ઝોનના કરાર આધારીત ઝોનલ પબ્‍લીક હેલ્‍થ મેનેજરનો આરોગ્‍ય અધિકારી સામે આક્ષેપ

રાજકોટ,તા.૧૦: મનપાના સેન્‍ટ્રલ ઝોનના કરાર આધારિત ઝોનલ પબ્‍લીક હેલ્‍થ મેનેજર ડો.રાજેશ માંકડીયા દ્વારા આરોગ્‍ય અધિકારીએ નોટીસ વિના છૂટા કરાયાનો આક્ષેપ કર્યો છે.

આ અંગે ડો.રાજેશ માંકડીયા એ લેખિત ફરિયાદમાં જણાવેલ કે, ૧૩-૧૨-૨૦૧૧ એટલે કે ૧૪ વર્ષથી કરાર નેશનલ હેલ્‍થ મિશનમાં નોકરી કરું છું. મને મારા આરોગ્‍ય અધિકારી ડો.જયેશ વડાણી દ્વારા કોઇ પણ પ્રકારની નોટીસ આપ્‍યા વગર ૨.૫ માર્કસ મારા ઓરીજીનલ ફોર્મમાં ભરીને છૂટો કરી દીધેલ છે.

મે આ બાબત લેબર કમિશ્‍નર પાસે લેબર કોર્ટમાં ફરિયા દાખલ કરેલ છે. હું  દિનદયાળ ઔષધાલયના ૬૦ ડોકટર્સની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી સંભાળુ છું.

સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે આરોગ્‍ય શાખાના આરોગ્‍ય અધિકારીની ચેમ્‍બરની બાજુની ચેમ્‍બરમાં બેસતો હતો. ત્‍યાં સીસીટીવી કેમેરા પણ લગાવેલાં છે. મારી પર ખોટાં આક્ષેપો કરીને મને બદનામ કરવાં ન્‍યુઝપેપરમાં મારા વિરુધ્‍ધ ખોટી પ્રેસનોટ આપેલ છે.

મારા સેન્‍ટ્રલ ઝોનના નાયબ આરોગ્‍ય અધિકારી દ્વારા મને ખોટી રીતે નોટીસ આપવામાં આવેલ, જેનો ખુલાસો મે કમિશ્‍નરને લખીને મોકલેલ ત્‍યારથી આરોગ્‍ય અધિકારી મને કાઢવા માટે ખોટી વાતો ફેલાવે છે.

ઉપરાંત આરોગ્‍ય અધિકારી  દ્વારા કોઇ પણ પ્રકારની નોટીસ આપવામાં આવેલ ન હોવાનું તેમણે લેખિતમાં જણાવી ઉમેરેલ કે, જો હું કોઇને ડોકટરને હેરાન કરતો હોઇ તો મારી પાસે ૬૦ દિનદયાળ ડોકટર્સની કામગીરી લઇ લેવી જોઇતી હતી. પણ એવું નથી કરેલ કેમ કે મે કોઇ સાથે ખરાબ વર્તન કરેલ નથી.

પહેલા ફૂડના ચેકીંગની કામગીરી ડો.રાઠોડ તથા શ્રી પંચાલ સંભાળતા હાલમાં આ કામગીરી આરોગ્‍ય અધિકારી સંભાળે છે.હાલમાં રૈયા રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ જેવા સારા વિસ્‍તારમાં ક્‍યાંય પણ ફૂડ શાખાના ચેકીંગ થતા નથી. તેવા લેખિત આક્ષેપો કર્યા છે.

(4:44 PM IST)