<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ર૪મીએ ઓપન રાજકોટ ફેશન શો અને ફાયરલેસ કૂકીંગ સ્‍પર્ધાનું આયોજન

નિપુણા ગ્રુપ અને મીરા લેડીઝ કલબ દ્વારા

રાજકોટઃ નિપુણા ગ્રુપ અને મીરા લેડીઝ કલબ દ્વારા ઓપન રાજકોટ ફેશન શો અને ફાયરલેસ કૂકીંગ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ભારતીય સંસ્‍કૃતિને અનુરૂપ બાંધણી અને અજરાવ સાડી સ્‍પર્ધા રાખેલ છે.

યુનિવર્સિટી રોડ ઉપર આવેલ નવદુર્ગા હોલ ખાતે આ સ્‍પર્ધા તા. ર૪ ફેબ્રુઆરીના બપોરે બે થી સાત સુધી યોજાશે. ફેશન શો માં ઉમર પ્રમાણે ત્રણ ગ્રૃપ રાખેલ હોવાનું બહેનોએ જણાવ્‍યું છે. અનુભવી જજની ટીમ સેવા આપશે વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા નિધિદાબેન કવિ બિન્‍દુબેન,  ચાંદ્રાણી, મૃદુલાબેન હરખાણી, લીનાબેન વાઢેર, મીનાક્ષીબેન સોલંકી, ચેતનાબેન લાલ વગેર જહેમત ઉઠાવી રહેલ છે. વધારે માહિતી માટે ૯૪ર૭પ ૯પર૬૦, ૯૮રપ૩ ૩૧૧૦ર   સંપર્ક કરવો. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:56 PM IST)