<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

તામિલનાડુમાં આયોજીત ‘ડાયમંડ નેશનલ જામ્‍બોરી'માં રાજકોટની બે શાળાના સ્‍કાઉટ અને સ્‍કાઉટ માસ્‍ટરોએ ભાગ લીધો

ખેલ મંત્રાલય સંચાલીત ભારત સ્‍કાઉટ એન્‍ડ ગાઇડ સંઘ-દિલ્‍હી દ્વારા

રાજકોટઃ ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત ભારત સ્‍કાઉટ એન્‍ડ ગાઇડ સંધ-દિલ્‍હી આયોજીત ‘‘ડાયમંડ નેશનલ જામ્‍બોરી-ર૦રપ''નું આયોજન તમિલનાડુ રાજયના ત્તિચિનાપલ્લી મુકામે યોજવામાં આવી હતી.

ગુજરાત રાજય ભારત સ્‍કાઉટ એન્‍ડ ગાઇડ સંઘ-અમદાવાદના નેતૃત્‍વમાં રાજકોટ શહેર જીલ્લા ભારતી સ્‍કાઉટ   એન્‍ડ ગાઇડ સંઘના સ્‍કાઉટ એન્‍ડ ગાઇડએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજયના કન્‍ડીજન્‍ટ લીડર તરીકે જીલ્લા ચિફ કમિશ્‍નર ભીખાભાઇ સીદપરાના માર્ગદર્શન હેઠળ જીલ્લાની બે શાળાના મહાત્‍મા ગાંધી શૈક્ષિણીક સંકુલ-રાજકોટના ૧૦ સ્‍કાઉટ અને સ્‍કાઉટ માસ્‍ટર યશભાઇ સ્‍વાદીયા તેમજ શ્રી મોદી સ્‍કુલ-રાજકોટની ૮ ગાઇડ તથા ગાઇડ કેપ્‍ટન પરવીનબેનએ ભાગ લીધેલ હતો.

શ્રી મોદી સ્‍કુલ-રાજકોટના મેનેજીંગ ડાયરેકટર ધવલભાઇ મોદી તથા શ્રી મહાત્‍મા ગાંધી શૈક્ષણીક સંકુલ-રાજકોટના મેનેજીંગ ડાયરેકટર જીમીલભાઇ પરીખના પ્રોત્‍સાહનથી સમગ્ર ટીમ ભાગ લઇ પરત ફરેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

ભાગ લેનાર તમામ સ્‍કાઉટ ગાઇડને રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા સર્ટીફિકેટ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ.

નેશનલ જામ્‍બોરીમાં ભાગ લેનાર  તમામ સ્‍કુલ તથા સ્‍કાઉટ એન્‍ડ ગાઇડને   જીલ્લા પ્રમુખ જનાર્દનભાઇ પંડયા તથા જીલ્લા મંત્રી ભરતસિંહ બી. પરમાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.  (૩૬-૧ર)

(4:16 PM IST)