News of Friday, 14th February 2025
શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ અને રાજકોટ દ્વારા બિહાર સરકાર સાથે સતત ત્રીજી વખત એમઓયુ રિન્યુ કરવામાં આવ્યું

રાજકોટઃ તાજેતરમાં ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ બિહારના સ્વાસ્થ્ય મંત્રી શ્રી મંગલ પાંડેની ઉપસ્થિતમાં સતત ત્રીજી વખત એમઓયુ રિન્યુ કરવામાં આવ્યું. શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ અને બિહાર સરકાર સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યાં છે જે અંતર્ગત છેલ્લાં ૩ વર્ષમાં ૧૪૦૦ જેટલા બાળ દર્દીઓને વિનામૂલ્યે અમદાવાદની સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ ખાતે આપીને ઓપરેશન કરી નવું જીવન આપવામાં આવ્યું છે.
કોઇપણ અપેક્ષા વિના માનવતાની સેવા કરવાની હોસ્પિટલની નિઃસ્વર્થ પ્રતિબદ્ધતાથી શ્રી મંગલ પાંડે ખરેખર પ્રભાવિત થઇ ગયા હતા.
શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રાજકોટ અને અમદાવાદ અને બિહાર સરકાર દ્વારા તા.૧૨ અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પટના આઇજી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હાર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૪૫૮ દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા તપાસવામાં આવ્યાં. આ કેમ્પમાં હ્રદયરોગની જન્મજાત ખામીવાળા જેવા કે એસેડી, વીએસડી, પીડીએ, હ્રદયના વાલ્વની ખામી તથા બાયપાસની જરૂરિયાતવાળા દર્દીઓના મફત નિદાન કરવામાં આવ્યા. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓનું અમદાવાદ અને રાજકોટ ખાતેની શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે.
આ હોસ્પિટલ છેલ્લા ૨૪ વર્ષથી ભગવાન શ્રી સત્ય સાઇ બાબાની પ્રેરણાથી આરોગ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. આ હોસ્પિટલમાં હ્રદયના તમામ પ્રકારના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં હ્રદયના તમામ પ્રકારના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે.
આ હોસ્પિટલ દ્વારા દેશના અલગ રાજ્યો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, આસામ, ઝારખંડ અને કેન્દ્ર શાષિત પ્રદેશ લેહ-લદ્ાકના હ્રદયરોગથી પિડીત દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. ભારતના ૭ રાજ્યો અને ૬૦% થી વધારે ભારતની આબાદીને ગુજરાતની બંને શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલે વિનામૂલ્યે હ્રદય રોગના દર્દીઓને એક નવું જ જીવન પ્રદાન કર્યું છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે.
૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, ૪ આઇસીયુ- આઇસીસીયુ, અને કેથ લેબ ધરાવતી શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, કાશિન્દ્રા (અમદાવાદ) સેવા ક્ષેત્રે અનન્ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે.
‘‘દિલ વિધાઉટ બીલ''ના નામે જાણીતી શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. કલામે આ હોસ્પિટલને ‘‘દિલ વિધઆઉટ બિલ''ના નામથી બીરદાવેલ છે. (સરનામું :શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, વિશ્વકર્મા મંદિરની સામે, સરખેજ ધોળકા હાઇવે, કાસીન્દ્રા, અમદાવાદ, https://googl/maps/uMyfKKAjRcz)
(2:54 PM IST)










