News of Saturday, 15th February 2025
રાજેશ્રી સિનેમા પાસે ઇલેક્ટ્રીકના વેપારી યુવાનનું દૂકાનમાં હાર્ટએટેકથી મૃત્યુ
રેલનગરના ત્રીસ વર્ષિય કિરણભાઇ ભીમાણી એકાએક ઢળી પડયા

રાજકોટ તા. ૧૫: હાર્ટએટેકથી મૃત્યુના વધુ એક બનાવમાં ત્રીસ વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતાં કિરણભાઇ રવિભાઇ ભીમાણી (ઉ.વ.૩૦) નામના યુવાન વેપારી રાજેશ્રી સિનેમા સામે આવેલી પોતાની આરકે ઇલેક્ટ્રોનિક નામની ટીવીની દૂકાને હતાં ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ એ-ડિવીઝનને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. હાર્ટએટેક આવી ગયાનું તેના મિત્રએ જણાવ્યું હતું. યુવાન અને આધારસ્તંભ દિકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:06 PM IST)










