News of Monday, 17th February 2025
વોર્ડ નં.૫ માં બાલક હનુમાન મંદિર ચોકથી સદગુરૂ આશ્રમ સુધી સેન્ટ્રલ લાઈટીંગનું ખાત મુહુર્ત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૫ માં આવેલ પેડક રોડ બાલક હનુમાન મંદિર ચોકથી કુવાડવા રોડ આશ્રમ સુધી રસ્તા પર સેન્ટ્રલ લાઈટીંગના કામનું લોકાર્પણ વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આ લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, રોશની કમિટી ચેરમેન કાળુભાઈ કુગસીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર ડૉ.હાર્દિક ગોહિલ, પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઈ દુધાત્રા, રસિકભાઈ પટેલ, વોર્ડ અગ્રણી નિરવભાઈ મોલિયા તથા આસપાસના દુકાનધારકો અને વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ હતા.
(3:04 PM IST)










