News of Monday, 17th February 2025
રાજકોટ શહેર પોલીસની સીઆઈએમએસ એપ્લિકેશનને સ્કોચ ગ્રુપ દ્વારા સિલ્વર એવોર્ડ

રાજકોટઃ શહેર પોલીસને સ્કોચ ગ્રુપ દ્વારા સિલ્વર એવોર્ડ મળ્યો છે. CIMS (CRIMINAL INTELLIGENCE AND MONITORING SYSTEM) એપ્લિકેશનને SKOCH ગ્રુપ દ્વારા ભારત સરકારના અલગ-અલગ વિભાગોને આપવામાં આવતા એવોર્ડ પૈકી POLICE AND SAFETY કેટેગરીમાં SILVER એવોર્ડ મળ્યો છે. સ્કોચ ગ્રુપ દ્વારા સ્કોચ પુરષ્કારને દેશના સર્વોચ્ચ સ્વતંત્ર રીતે સ્થાપી નાગરીક સન્માનોમાંના એક તરીકે વખાણવામાં આવે છે અને ગવર્નન્સ, ફાઇનાન્સ, બેંકીંગ, ટેકનોલોજી, કોર્પોરેટ નાગરીકતા, અર્થશાષા અને સમાવેશી વળધ્ધીના ક્ષેત્રોમાં ભારતમાં શ્રેષ્ઠ પ્રથાઓ માટે સ્વતંત્ર બેંચ માર્ક તરીકે ગણવામા આવે છે. આ એવોર્ડની સ્થાપના ૨૦૦૩ માં કરવામાં આવી હતી. સ્કોચ ગ્રુપ દ્વારા ભારત સરકારના અલગ-અલગ વિભાગોમાંથી સરકાર દ્વારા કરેલા સારા પ્રોજેકટો વિશે નોમીનેશન મંગાવવામાં આવે છે.
આ તમામ નોમીનેશન ઓનલાઇન એકત્રીત કરવામાં આવે છે. જે તે વિભાગ દ્વારા સ્કોચ પુરષ્કાર માટેની પોતાના પ્રોજેકટને અનુરૂપ કેટેગરીમાં એપ્લાય કરવામાં આવે છે. આ તમામ માહીતી એકત્રીત કરી દરેક પ્રોજેકટનુ પ્રજેન્ટેશન રાખવામાં આવે છે. ત્યારબાદ નકકી કરવામાં આવેલ જયુરી દ્વારા તમામ પ્રોજેકટનુ મુલ્યાંકન કરી તેનુ માર્કીંગ આપવામાં આવે છે. તેમાંથી માર્કીંગના આધારે શોર્ટલીસ્ટ થયેલા પ્રોજેકટનુ મુલ્યાંકન કરી ફાઇનલ વિજેતા ગોલ્ડ, સીલ્વર તથા પ્લેટિનમ એમ ત્રણ કેટેગરીમાં પુરષ્કાર આપવામાં આવે છે.
સીઆઇએમએસ એપ્લીકેશન વિશે જોઇએ તો પોલીસ કમિશનર બ્રઝેશકુમાર ઝા તથા જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલના સુપરવિઝન હેઠળ તથા એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુન્હાઓ આચરનાર શખ્સોની માહીતી સરળતાથી મળી રહે અને આવા ગુન્હાઓ આચરનારાઓની રોજીંદી પ્રવળતી ઉપર વોચ રાખી શહેર વિસ્તારમાં બનતી ગુન્હાખોરી અટકાવવા માટે આધુનીક અને ડીજીટલ યુગમાં એક ડેટાબેઝ એપ્લીકેશનની જરૂરીયાત જણાતા રાજકોટ શહેર પોલીસ દ્વારા સીઆઇએમએસ એપ્લીકેશન કાર્યરત કરવામાં આવેલ અને આ એપ્લીકેશન અંતર્ગત કડીબધ્ધ ડેટા બેઝનો સમાવેશ કરવામાં આવેલ છે. આ એપ્લીકેશનના ઉપયોગથી રાજકોટ શહેરમાં અવાર-નવાર શરીર સબંધી તથા મીલ્કત સબંધી ગુન્હાઓ આચરતા આરોપીઓની માહિતી ચેક કરવાની કામગીરી કરવામાં આવે છે. તથા ડોજીયર્સ મેન્ટર પ્રોજેક્ટ ઉપર સીઆઇએમએસ એપ્લીકેશન દ્વારા તેઓને ચેક કરી તેઓની હાલની પ્રવૃતી ઉપર વોચ રાખી તેમજ દૈનીક અહેવાલ અને ક્રાઇમ મેપીંગની કામગીરીની ફાળવણી રિર્પોટિંગ તેમજ જેલ રીલીઝ, જાહેરનામા, વાહનચોરી, શી ટીમ, ઇ-સંકલન સહિતની કાર્યવાહી આ એપથી થાય છે. રાજકોટ શહેર પોલીસને સ્કોચ ગ્રુપ દ્વારા POLICE AND SAFETY કેટેગરીમાં SILVER એવોર્ડ અપાયો છે.
(3:04 PM IST)










