News of Tuesday, 18th February 2025
હાશ...રાજકોટથી ભાદર ડેમ સુધીની લાઇન શીફટ થશેઃ ર૧ર.પ૦ કરોડની ફાળવણી
હવે ગોંડલ રોડ અને જયુબેલી સહિતના વિસ્તારોમાં વારંવાર પાણી વિતરણના ધાંધીયામાંથી છુટકારો મળશે

રાજકોટ : સ્વણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-આંતર માળખાકિય સુવિધા-માર્ગ મરામત-પાણી પુરવઠા પાઇપલાઇન-મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન યોજનાના વિકાસ કામો માટે પ૩૭ કરોડના કામો માટે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મંજુર કર્યો છે ત્યારે રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિકસ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફટ કરવાના કામો માટે રૂા. ર૧ર.પ૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
(4:35 PM IST)










