News of Tuesday, 18th February 2025
ધમકી-બળજબરીથી રૂપિયા કઢાવવાના ગુનામાં ફરાર ભોમેશ્વરનો વિક્રમ પકડાયો
સુરતમાં ગુનો નોંધાતા ચાર વર્ષથી ફરાર હતોઃ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી લીધો

રાજકોટ તા. ૧૮: સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં બળજબરીથી રૂપિયા કઢાવવાના અને મારી નાખવાની ગુનામાં ચાર માસથી ફરાર શખ્સ રાજકોટ રહેતો હોવાની બાતમી પેરોલ ફરલો સ્ક્વોડને મળતાં તેને પકડી લઇ સુરત પોલીસને સોંપવા તજવીજ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે વિક્રમ હરિભાઇ શીયાળીયા (ઉ.વ.૩૨) નામના શખ્સ વિરૂધ્ધ બળજરીથી રૂપિયા કઢાવવાનો અને મારી નાખવાની ધમકીનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં તે ચાર માસથી ફરાર હતો. આ શખ્સ હાલ રાજકોટ ભોમેશ્વર પ્લોટ-૬ મોમાઇ કૃપા ખાતે રહેતો હોવાની માહિતી મળતાં તેને પકડી લેવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચનાથી પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરખાન ખફીફ, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ચોૈહાણ, શામતભાઇ ગઢવી, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળીયા અને ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(4:08 PM IST)










