News of Tuesday, 18th February 2025
કટોકટી વખતે ૧૩ હજાર પુરૂષોની નસબંધી કરાવી દેનાર મહિલા ‘રૂખસાના સુલતાના'
* રૂખસાના સુલતાના એટલે સૈફઅલીખાનની પૂર્વ સાસુ અને અભિનેત્રી અમૃતાસિંહની માતા. * રૂખસાનાએ ભારતીય સેનામાં અધિકારી અને લેખક ખુશવંત સિંહના ભત્રીજા શિવિન્દર સિંહ વિર્ક સાથે લગ્ન કર્યા. * રૂખસાના બેગમ તરીકે ઓળખવામાં આવતાં. દિલ્હીમા ‘દર-એ-સહવર' નામનું બ્યુટિક ખોલ્યું હતું જેમાં તેઓ ડિઝાઇનર જ્વેલરી વેચતાં. * રૂખસાના સુલ્તાનાએ દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ઘણી દુકાનો તોડી નાખી ત્યારે મોટી સંખ્યામાં લોકોએ તેનો વિરોધ કર્યો. * જ્યારે રૂખસાના અને સંજય ગાંધીની નજદિકી વધવા લાગી ત્યારે મેનકા ગાંધી સાથે તેમનો ઘણો વિવાદ થયો

તા. ૨૫ જૂન ૧૯૭૭ના તત્કાલીન ઈન્દીરા ગાંધી સરકાર દ્વારા દેશ પર કટોકટી લાદવામાં આવી જે ૨૧ મહિના સુધી દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેનાર હતી. આ દરમિયાન સંજય ગાંધીના પાંચ-સૂત્રીય કાર્યક્રમનો અમલ શરૂ થયો જેમાંથી એક મુદ્દો સૌથી વધુ વિવાદાસ્પદ બની રહેવાનો હતો. દિલ્હી અને આસપાસનાં રાજ્યોમાં નસબંધીનો વિરોધ કરનારાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણને કારણે ડઝનબંધ લોકોનાં મળત્યુ થયાં હતાં. એવા સમયે દિલ્હીના મુસ્લિમ વિસ્તારોમાં નસબંધી અભિયાનનો ચહેરો હતાં રૂખસાના સુલતાના. કહેવાય છે કે તેમણે નસબંધીનાં ૧૩ હજાર ઑપરેશન કરાવડાવ્યાં હતાં. આ રૂખસાના સુલતાના એટલે સૈફઅલીખાનની પૂર્વ સાસુ અને અભિનેત્રી અમળતાસિંહની માતા.
રૂખસાના સુલતાના (જન્મ મીનુ બિમ્બેટ) એક ભારતીય સમાજસેવક હતા જે ૧૯૭૫ અને ૧૯૭૭ વચ્ચે ભારતમાં કટોકટીની સ્થિતિ દરમિયાન સંજય ગાંધીના નજીકના સહયોગીઓમાંના એક તરીકે જાણીતા હતા. આ સમયગાળા દરમિયાન તેણી જૂની દિલ્હીના મુસ્લિમ વિસ્તારોમાં સંજય ગાંધીના નસબંધી અભિયાનનું નેતળત્વ કરવા માટે જાણીતા બન્યા હતા. રુખસાનાનો જન્મ મીનુ બિમ્બેટ તરીકે ઝરીના હક અને મદન મોહન બિમ્બેટને ત્યાં થયો હતો. બિમ્બેટ એક હિન્દુ અને ભારતીય વાયુસેનામાં અધિકારી હતા. તેમની પત્ની ઝરીના મુસ્લિમ હતી અને બિકાનેર રજવાડાના મુખ્ય ન્યાયાધીશ મિયાં એહસાન-ઉલ-હકની પુત્રી હતી. એહસાન-ઉલ-હક એક જમીનદાર પરિવારમાંથી આવતા હતા જે મૂળ જલંધરના હતા. રુખસાનાના પિતાએ તેની માતાને છૂટાછેડા આપ્યા પછી તેમણે આશા બિમ્બેટ સાથે લગ્ન કર્યા જેમનાથી તેમને બે બાળકો મધુસુદન અને તાહિરા બિમ્બેટ હતા. રૂખસાના જન્મ અને લગ્ન દ્વારા ભારતીય ફિલ્મો અને મીડિયામાં અનેક જાણીતી હસ્તીઓ સાથે જોડાયેલ હતા. તેમની માસી બેગમ પારા (તેમની માતાની બહેન) ના લગ્ન દિલીપ કુમારના નાના ભાઈ નાસિર ખાન સાથે થયા હતા. રૂખસાનાએ ભારતીય સેનામાં અધિકારી અને લેખક ખુશવંત સિંહના ભત્રીજા શિવિન્દર સિંહ વિર્ક સાથે લગ્ન કર્યા. બાદમાં આ દંપતીએ છૂટાછેડા લીધા. તેમને એક પુત્રી હતી અમળતાસિંહ જે ૧૯૮૦ના દાયકામાં બોલિવૂડની અગ્રણી અભિનેત્રી હતી. રૂખસાના સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનની દાદી છે અને સૈફ અલી ખાનની સાસુ થાય છે.
સમય પસાર થતાં રૂખસાના સિંહને હવે રૂખસાના સુલતાના કે રૂખસાના બેગમ તરીકે ઓળખવામાં આવતાં. તેમણે ‘દર-એ-સહવર' નામનું બ્યુટિક ખોલ્યું હતું જેમાં તેઓ ડિઝાઇનર જ્વેલરી વેચતાં. તેમનાં દુકાન અને બ્યુટિક દિલ્હી ઉપરાંત ગોવામાં પણ હતા. કનૉટ પ્લેસ ખાતેનું તેમનું બ્યુટિક બહુચર્ચિત હતું. અહીં ધનવાન, વિખ્યાત અને ચર્ચિતોની અવરજવર રહેતી. રૂખસાના ચાંદની ચોકના જ્વેલર્સ પાસેથી ઝવેરાત ડિઝાઇન કરાવતાં અને તેને વેચતાં. પત્રકાર રાશિદ કિડવાઈએ દિલ્હી ખાતે કૉંગ્રેસના મુખ્યાલયના સરનામા પરથી ‘૨૪ અકબર રોડ : અ શૉર્ટ હિસ્ટ્રી બિહાઇન્ડ ધી રાઇઝ ઍન્ડ ફૉલ' નામથી પુસ્તક લખ્યું છે. જેમાં તેઓઓ લખ્યું છે કે, એક દિવસ પોતાના બ્યુટિકમાં વડાપ્રધાનના દીકરા સંજય ગાંધીને જોઈને રૂખસાના ઉત્સાહમાં આવી ગયાં. બીજી મુલાકાતમાં તેમણે સંજય ગાંધીને કહ્યું કે તેમની નેતળત્વક્ષમતાથી તેઓ -ભાવિત અને પ્રેરિત થયાં છે અને તેમના કામ માટે જીવનને સમર્પિત કરી દેવા માગે છે. કહેવાય છે કે કટોકટી સમયે પડદા પાછળથી સત્તાની ધૂરા સંજય ગાંધી સંભાળતા હતા. જેમને ઇંદિરા ગાંધીના રાજકીય વારસદાર તરીકે જોવામાં આવતા. સંજય ગાંધીએ ૨૧ મહિના દરમિયાન પાંચસૂત્રીય દેશ ઉપર લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સાક્ષરતા અભિયાન, સફાઈ અને વનીકરણ, દહેજવિરોધી અભિયાન, જ્ઞાતિવાદની નાબૂદી અને પરિવારનિયોજનના વિષયો કેન્દ્રમાં હતા. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા હતા અને પ્રોત્સાહન માટે રોકડ રકમ પણ આપવામાં આવતી. સંજય ગાંધીએ રૂખસાના સુલતાનાને ‘પુરાની દિલ્હી' વિસ્તારમાં પરિવાર નિયોજન માટે કામ કરવા કહ્યું. તેઓ જૂની દિલ્હીનાં ‘બેગમ સાહિબા' તરીકે ઓળખાતાં. તેમને પોલીસ ઍસ્કૉર્ટ મળતું, સરકારી અધિકારીઓ તેમની સાથે રહેતા. ઇમર્જન્સીમાં દબાયેલું મીડિયા તેમને કવરેજ આપવા આતુર રહેતું. યુવા કૉંગ્રેસના કાર્યકરો અને નેતા તેમને ઘેરી વળતા અને તેમના નામની નારેબાજી કરતા. રૂખસાનાની મુલાકાત સમયે પુષ્પવર્ષા થતી. આ પછી રૂખસાના સુલતાનાનું કદ વધ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આસપાસનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને કૉંગ્રેસના નેતાઓ તેમને મળવા માટે લાઇન લગાવતા. સંજય ગાંધીના પ્રતિનિધિ તરીકે રૂખસાના મુલાકાતો કરતાં, સભાઓ સંબોધતાં અને નસબંધી કૅમ્પ પણ આયોજિત કરતાં હતાં. આ બાબતે તેમને કટોકટી વખતે પ્રસિદ્ધિ અપાવી જે આગળ જતાં તેમની નાલેશીનું કારણ પણ બની હતી. રૂખસાના એક સામાજિક કાર્યકર તરીકે જાણીતા હતા. જો કે સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી, ઈન્દિરા ગાંધી અને યુથ કોંગ્રેસ અધ્યક્ષ અંબિકા સહિત અન્ય લોકોને રૂખસાના બિલકુલ પસંદ નહોતા.
સંજય ગાંધીનુ માનવું હતું કે, કોઈપણ દેશની વધતી વસ્તીને જો રોકી શકાય તો દેશનો વિકાસ ઝડપથી થશે. એટલે જ તેમણે ઈમરજન્સી વખતે દેશમાં નસબંધી અભિયાન ચલાવ્યું હતું. તેમના આ અભિયાનમાં રુખસાના મહત્વની વ્યક્તિ હતી. રીપોર્ટ મુજબ નસબંધીનું આ કામ એટલી ખોફનાક રીતે ચલાવાતું હતું કે રૂખસાનાને જોતાં જ લોકો ડરી જતા હતા. ૬૦ વર્ષના વળદ્ધોથી લઈને ૧૮ વર્ષના યુવાનોને પકડીને નસબંદી કરી દેવાતી હતી. એટલું જ નહીં, નવા લગ્ન થયા હોય તેવાની પણ નસબંધી કરી દેવાતી હતી. ત્યાંના લોકો રુખસાના સુલ્તાનાને જોઈને છૂપાઈ જતા હતા. નસબંધી કાર્યક્રમ હેઠળ રુખસાના સુલ્તાનાએ એક વર્ષમાં જામા મસ્જિદ વિસ્તારમાં લગભગ ૮૦૦૦ લોકોની નસબંધી કરી હતી જ્યારે અન્ય કેટલાક સૂત્રોએ આ આંકડો ૧૩૦૦૦ સુધી ગણાવ્યો હતો. રૂખસાના સુલતાનાને આટલી બધી નસબંધી કરાવવા માટે સરકાર તરફથી ૮૪ હજાર રૂપિયા પણ મળ્યા હતા. ત્યારે વિપક્ષી નેતાઓએ બળજબરીથી નસબંધી કરાવવાનો આરોપ લગાવ્યો હતો.
વર્ષ ૧૯૭૬ માં દિલ્હીના તૂર્કમાન ગૅટ વિસ્તારમાં સરકારી જમીન ઉપરથી દબાણ હઠાવવાની અને રહીશોને અન્યત્ર પુનઃસ્થાપિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે રૂખસાના સુલ્તાનાએ દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ઘણી દુકાનો તોડી નાખી ત્યારે મોટી સંખ્યામાં લોકોએ તેનો વિરોધ કર્યો. જ્યારે પોલીસે બળવાખોર ભીડ પર લાઠીચાર્જ, ટીયર ગેસના શેલ અને ગોળીઓનો આશરો લીધો ત્યારે ઘણા લોકો માર્યા ગયા. આ ઘટના બાદ કોંગ્રેસમાં જ રૂખસાના સુલતાનાનો વિરોધ થયો હતો પરંતુ સંજય ગાંધીએ તમામ ફરિયાદોને અવગણી હતી.
રુખસાના જ્યારે દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં જતા ત્યારે તે પરફયુમ, ગુલાબી ચશ્મા, સિલ્કની સાડી અને લો-કટ ચોલી પહેરતી. જેસ્ત્રી અને પુરૂષ બંનેનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી પરંતુ રૂખસાના તેનાથી પરેશાન નહોતા. તેણીએ એકવાર કહ્યું હતું કે 'જ્વેલરી મારા વ્યક્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હું શા માટે મારું વાસ્તવિક વ્યક્તિત્વ છોડી દઉં?' એવું પણ કહેવાય છે કે રૂખસાના કડક માતા હતી. બૉલીવુડમાં પ્રવેશ કર્યા પછી જ્યારે અમળતા સિંહનું નામ વિનોદ ખન્ના સાથે જોડવામાં આવ્યું ત્યારે રુખસાનાએ જ તેમને અલગ કરવાનો આદેશ આપ્યો હતો એટલું જ નહીં તેણીએ આ માટે પોતાની તાકાતનો પણ ઉપયોગ કર્યો. બાદમાં અમળતા સિંહ અને વિનોદ ખન્નાએ અલગ થવાનો નિર્ણય કર્યો. અમળતા સિંહે ૧૯૯૧માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ ૨૦૦૪માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
સૈફ અલી ખાનની ભૂતપૂર્વ સાસુ ખરેખર સુંદરતામાં આજની બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી. રુખસાનાનો સાડીનો લુક તે સમયે સમાચારોમાં રહેતો. પુસ્તક ૨૪ અકબર રોડ અનુસાર, જ્યારે રુખસાના અને સંજય ગાંધીની નજદિકી વધવા લાગી ત્યારે મેનકા ગાંધી સાથે તેમનો ઘણો વિવાદ થવા લાગ્યો. જો કે, ગ્લેમર ગર્લએ કયારેય આ બાબતો પર ધ્યાન આપ્યું નહીં અને પોતાનું કામ કરવાનું ચાલુ રાખ્યું. સંજયના અકાળ મળત્યુ અને બાદમાં ઇન્દિરા ગાંધીની હત્યા પછી રૂખસાના જાહેર જીવનમાંથી નિવળત્ત થઈ ગઈ. ત્યાં સુધીમાં અમળતાએ તેની ફિલ્મી કારકિર્દી પણ શરૂ કરી દીધી હતી. ભૂતપૂર્વ રાજકીય કાર્યકર હાલમાં લાઈમલાઈટથી દૂર રહે છે. આ રીતે એક સમયે લોકોમાં ડરનો પર્યાય બની ગયેલી 'રૂખસાના સુલતાના'ના પાછલા જીવનમાં શું થયું તે ફક્ત તેના પરિવારના સભ્યો જ જાણે છે અને આજ સુધી તેના વિશે કોઈને કંઈ ખબર નથી. (૩૭.૨)
- પ્રશાંત બક્ષી
જેટલી ઝડપથી પ્રસિદ્ધિમાં આવ્યા, તેટલી જ ઝડપથી તે ગાયબ થઈ ગયા
રૂખસાના સુલતાના વિશે એવું કહેવાય છે કે જેટલી ઝડપથી તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયા એટલી જ ઝડપથી તે ગાયબ પણ થઈ ગયા. એવું કહેવાય છે કે તે પ્રખ્યાત લેખક ખુશવંત સિંહના ભત્રીજા આર્મી ઓફિસર શવિન્દર સિંહ સાથે લગ્ન કરીને સ્થાયી થઈ ગયા હતા. આ પછી વર્ષો પછી તેઓ દુનિયાની સામે આવ્યા જ્યારે તેમની પુત્રી અમળતા સિંહે ફિલ્મ ‘બેતાબ' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ સમય દરમિયાન તે ફિલ્મના પ્રમોશન માટે મીડિયાની સામે આવ્યા હતા પરંતુ ગાંધી પરિવારથી દૂર રહ્યા હતા. પરંતુ જ્યાં સુધી તે રાજકારણમાં રહ્યા ત્યાં સુધી તેના નામની ચર્ચા થતી રહી.
સ્મગલર પાસેથી ખરીદ્યો હતો ખાસ સાબુ...
વિદેશમાં ઉછરેલાં રૂખસાના સુલતાનાને ‘કૅમે' સાબુ વાપરવાની આદત હતી. ભારતમાં આ સાબુ ઉપલબ્ધ ન હતો. એટલે તેને સ્મગલરો પાસેથી ખરીદવો પડતો. એક વખત રૂખસાના તત્કાલીન બૉમ્બેની (આજના મુંબઈની) મુલાકાતે ગયાં હતાં. જ્યાં તેમણે કૅમે સાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા. અનેક દુકાનોમાં પૂછપરછ કરી તો માલૂમ પડ્યું કે કૅમે સાબુ છેલ્લા કેટલાક દિવસથી આવતો ન હતો અને બજારમાં ઉપલબ્ધ ન હતો. રૂખસાના બજારમાંથી બહાર નીકળ્યાં ત્યારે તેમણે જોયું તો તેમની ગાડીની આસપાસ લોકોની ભીડ હતી. શું થયું તે જાણવાની ઉત્કંઠા સાથે તેઓ ઝડપભેર ગાડીની પાસે આગળ વધ્યાં. ત્યાં જઈને જોયું તો ગાડીની પાછળ અને ડ્રાઇવરની બાજુની સીટ ઉપર સેંકડો કૅમે સાબુ પડ્યા હતા. સફેદ કપડાં પહેરેલો એક શખ્સ ગાડી પાસે ઊભો હતો અને લોકો તેને ઘેરીને ઊભા હતા. એણે પોતાની ઓળખ આપી ‘હું હાજી મસ્તાન.' રૂખસાનાના કહેવા -માણે, ‘હું સાબુનાં આટલાં બધાં બોક્સને જોઈ રહી હતી અને હાજી મને જોઈ રહ્યો હતો.' રૂખસાના સુલતાનાએ આ કિસ્સો પત્રકાર વીર સંઘવીને કહ્યો હતો. જેનો ઉલ્લેખ સંઘવીએ તેમના પુસ્તક ‘અ રૂડ લાઇફ : ધ મૅમ્વા'માં કર્યો છે.
(4:16 PM IST)










