<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભાજપમાં લોકોનો ભરોસો વધ્યો છેઃ રાજુભાઇ ધ્રુવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીનવાળી સરકાર ઉપર ભરોસો મૂકી ઉમેદવારોને વિજયી બનાવવા માટે સૌરાષ્ટ્રની પ્રજાનો તથા ભાજપના કાર્યકર્તાઓનો આભાર

રાજકોટઃ સ્થાનિક સ્વરાજ્યની  ચૂંટણીમાં મતદાતાઓએ ભાજપને ભવ્ય વિજય આપ્યો છે તે બદલ સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે સૌરાષ્ટ્રની પ્રજાનો અંતઃકરણપૂર્વક આભાર માનતા  જણાવ્યું હતું કે ભાજપને મત એટલે સૌરાષ્ટ્રથી લઈ સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિને મત.  ભાજપને મત એટલે સૌરાષ્ટ્રની સુખ, સમૃદ્ધિ, સુખાકારીને મત. શાંત, સલામત, સ્વાસ્થ્ય, શિક્ષિત ગુજરાતના નિર્માણ માટે કમળ ને ચૂંટી કેસરિયો લહેરાવી ભાજપ - નરેન્દ્રભાઈ મોદી-ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ માં ચાલી રહેલ ગુજરાત ની વણથંભી વિકાસ યાત્રા ને આગળ વધારવા સ્પષ્ટ જનાદેશ આપ્યો છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રમાં છેલ્લાં દસ વર્ષથી અને રાજ્યમાં છેલ્લાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર કાર્યરત છે. તેના પરિણામ સ્વરૃપે ગુજરાતમાં વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે. જો પાલિકા-પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી એક જ પક્ષનું શાસન હોય તો વિકાસનાં લાભો વધુ ઝડપી અને અસરકારક રીતે પ્રાપ્ત થાય છે. આથી    નગરપાલિકા ની  ચૂંટણીમાં પણ ભાજપના પ્રતિનિધિઓને વિજયી બનાવવાથી સૌરાષ્ટ્રના વિકાસ કાર્યોને પ્રોત્સાહન મળશે અને પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી સૌરાષ્ટ્રમાં વિકાસ કાર્યોનો સુભગ સમન્વય રચાશે તે સમજી ને પ્રજાએ ભાજપ ને પ્રચંડ બહુમતી આપી છે.

 ભારતીય જનતા પાર્ટીની સરકારે સતત અને સખત કામ કરીને ગુજરાતને વિકાસનું સરનામું બનાવ્યું છે. ભાજપ સરકારના શાસનમાં સૌરાષ્ટ્રનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો બન્યો છે. આજે સૌરાષ્ટ્રની દેશ-દુનિયામાં બોલબાલા છે તે પાછળ ભાજપ સરકારના જનહિતલક્ષી કાર્યો અને વિકાસલક્ષી યોજનાઓ જવાબદાર છે.

શાણી અને સમજુ  જનતા એ  ભાજપને સેવાનો વધુ એક અવસર આપ્યો છે.ભાજપ સરકાર  સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસને વરેલી છે. તેથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ કેવડીયા સુધીના સુજ્ઞ-સંસ્કારી-રાષ્ટ્રવાદી મતદારો પોતાના  સ્પષ્ટ જનાદેશ દ્વારા  સમર્થન ભાજપને આપ્યુ છે. અને દિશાવિહીન કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષના જ્ઞાતિ, જાતિવાદી, દેશવિરોધી, વિકાસ વિરોધી પરિબળોને જાકારો આપ્યો છે.

ભાજપ સરકારે શહેરી વિસ્તારમાં કરેલા વિકાસ કાર્યોને શહેરી મતદારો પ્રચંડ સમર્થન આપ્યું છે,તેની સાથે ગ્રામીણ વિસ્તારમાં ભાજપ સરકારે કરેલા લોક કલ્યાણકારી યોજનાઓ ને ગ્રામ્યના મતદારોએ વધાવીને સરકારની ખેડૂત હિતલક્ષી, મહિલાઓ, યુવાનોથી લઈ જનજન માટેની વિવિધ સરકારી યોજનાઓ-જાહેરાતોને આવકારીને તમામ સમાજના લોકોએ ભાજપને મત આપ્યા છે.

આ નગરપાલિકાઓ ચૂંટણીમાં મતદારો ભાજપ તરફી તોતીંગ મતદાન કરી વંચિતો, પીડિતો, ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગની ઉત્કર્ષ માટે કરતી ભાજપ સરકારને  પ્રચંડ બહુમતી આપી દેશ ના વિકાસ અને ઉન્નતિ માટે રાત દિવસ જોયા વગર સતત અવિરત રાષ્ટ્રકાર્ય કરી રહેલ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાજય માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગુજરાત ની પ્રગતિ કરવાની શકિતમાં વધારો કરી ભાજપને અભૂતપૂર્વ વિજય રૃપી આશીર્વાદ આપી ભાજપમાં   દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હોવાનું યાદીના અંતમાં જણાવાયુ ંછે.

(3:25 PM IST)