News of Wednesday, 19th February 2025
મનપાનું બજેટ ફકત ભાજપની વાહ-વાહ માટેઃ વાસ્તવીકતાથી દુરઃ વશરામભાઇ
કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાએ અંદાજપત્રમાં દીર્ઘદ્રષ્ટી ન હોવાની અને કાચું કપાયાના પુરાવા રજુ કર્યા : આગામી વર્ષના બજેટમાંથી રિવરફ્રન્ટ જ ગાયબઃ એન્વાયરમેન્ટની મંજુરી મળી ગયા હોવા છતાં પણ કામનું ધબાય નમઃ છેલ્લા ત્રણ વર્ષમાં બજેટમાં ટોટલ કામોમાંથી પપ થી પ૮ ટકા જ બજેટ વપરાયું

રાજકોટ તા. ૧૯ : મનપાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મનપાનું આગામી વર્ષ ર૦રપ-ર૬નાં બજેટમાં ટેકસમાં વધારો નહીં કરી વાહ વાહ ખાટવા નીકળેલા શાસકો પહેલા કેન્દ્ર સરકારની રાજય સરકારની અને વગદારોનો બાકી ટેકસ ઉઘરાવો તો ૧ વર્ષ સુધી રાજકોટની જનતાને વીજળી પાણી અને ટેકસ મફતમાં મળે તેટલા રૃપિયા બાકી હોવાનું અને આ બજેટ વાસ્તવિકતાથી ઘણું દુર હોવાનું મનપાના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ બજેટ ચર્ચામાં જણાવ્યું હતું.
કોંગ્રેસે સૂચવવામાં આવેલ ૧પ કામોમાંથી ફકત ત્રણ જ કામો જ બજેટમાં સમાવ્યા છે હકીકતમાં રાજકોટની માટે નવા પાણીના સ્ત્રોત ઉભા કરવા, વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જેથી કરીને ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે અને લોકોના મૃત્યુ થાય છે તે ના થાય, ફાયર સ્ટેશનનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને ટીઆરપી ગેમ ઝોન કાંડ ફરી ના બને તેના માટેનું આગોતરૃં આયોજન કરવાની જરૃર હતી તેથી નવા ફાયર સ્ટેશન બનાવવા ફરજિયા છે તથા પ જેવા ઓવરબ્રિજ અને અંડર બ્રિજના કામો અભેરાઇ ઉપર ચડી ગયા નવા બજેટમાં કયાંય દેખાતા નથી દ્રષ્ટિએ આ બજેટ પણ વાસ્તવિકતાથી ઘણું દૂર છે ફકત આંકડા જ મોટા હોય તેવું દેખાય છે.
છેલ્લા ત્રણ બજેટનો અભ્યાસ કરતા ે વશરામ સાગઠીયાએ જણાવ્યું છે કે, ભાજપ દ્વારા બનાવવામાં આવતા બજેટ ફકત વાહ-વાહ મેળવવા માટે કરતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બજેટ વાસ્તવિકતાથી ખૂબ જ દૂર હોય છે અમારા દ્વારા સાબિત કરી બતાવીએ છીએ જે પુરાવાઓ સહિત રજૂ કર્યા છે.
(૧) રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે ઓવરબ્રિજ બનાવવા માટે વર્ષ ૨૦૨૩/ ૨૪ ના બજેટમાં ૧૦ કરોડની જોગવાઈ કરી જે આજ સુધી બન્યો નથી ઉપરાંત નવા ૨૦૨૫ /૨૬ ના બજેટમાં પણ સમાવેશ કર્યો નથી
(૨) પી.ડી.એમ. કોલેજ ફાટક બ્રિજ નું કામ જે ૨૦૨૩ /૨૪ ના બજેટમાં સમાવેશ કર્યું ત્યાર પછી ના એટલે કે ૨૦૨૪ /૨૫ ના બજેટમાં પણ કર્યું હતું તો આ બ્રિજ હજુ બન્યો નથી પરંતુ નવા વર્ષના બજેટમાં પણ ઉલ્લેખ નથી
(૩) કટારીયા ચોકડી બ્રિજનું કામ વર્ષ ૨૦૨૩/ ૨૪ ના બજેટમાં સમાવેશ કર્યો હતો ત્યાર પછીના વર્ષ ૨૦૨૪ /૨૫ માં કોઈ ઉલ્લેખ નથી.
આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ નું કામ ૨૦૨૪ /૨૫ ના વર્ષના બજેટમાં ૧૮૭૦૦ લાખની જોગવાઈ કરી હતી ત્યારબાદ ૨૦૨૫ /૨૬ ના વર્ષ ના બજેટમાંથી રીવર ફ્રન્ટ જ ગાયબ થઈ ગયો જાણવા વિગત મુજબ એન્વાયરમેન્ટ કિલયરન્શ મળી ગયું છે તો કેમ કામ કરતા નથી અને જો ના મળ્યું હોય તો શા માટે ડ્રેનેજ ની ગંદકી આજી નદીમાં નાખવામાં આવે છે તેનો યોગ્ય માર્ગ કાઢી રિવરફ્રન્ટ બનાવવો જોઈએ
(૫) આજી ૧ ડેમ સાઈટ ખાતે ૧૫૦ MLD ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે ૧૫૧૮૮ લાખની જોગવાઈ ૨૦૨૩/ ૨૪ ના વર્ષમાં કરી હતી પરંતુ નવા બજેટમાં કોઈ ઉલ્લેખ નથી
(૬) ન્યારી ૧ ડેમ સાઇટ ખાતે ૧૫૦ MLD કેપેસિટી નો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટેની વર્ષ ૨૦૨૪/૨૫ ના બજેટમાં ૧૫૧૮૪ લાખની જોગવાઈ કરવામાં આવી હતી તપાસ કરતાં જાણવા મળ્યું કે હજુ સુધીમાં જમીન જ મળી નથી તો પ્લાન્ટ ક્યાંથી બને
(૭) ન્યારી ૧ સાઈટ ખાતે ઇનટેક વેલ બનાવવાનું કામ ની જોગવાઈ રૃ.૧૪૬૩ લાખ ની વર્ષ ૨૦૨૪ ૨૫ માં કરી હતી પરંતુ હજુ જમીન વગર થઈ નથી એટલે કે આ વોટર વર્કર્સ વિભાગની ત્રણેય કરડો રૃપિયાના કામો ફકત કાગળો ઉપર જ ગણાય છે હકીકત થી જોજનો દૂર છે ફકત બજેટના આંકડા મોટા બનાવવાનું કામ થાતું હોય તેમ લાગે છે
(૮) માધાપર પાસે કોમ્યુનિટી હોલ બનાવો બનાવવા માટેનું કામ કરવા ૫ કરોડની જોગવાઈ ૨૦૨૪ ૨૫ ના બજેટમાં કરી પણ ક્યાંય બન્યો નહીં
(૯) કિશોરસિંહ સ્કૂલ અને વિક્રમ સારાભાઈ સ્કૂલને મોડર્ન સ્કૂલ (આધુનિક સ્કૂલ) બનાવવા માટે ૨૦૨૪ /૨૫ માં ૨ બે કરોડ જેવી રકમ ની જોગવાઈ કરી પણ બની નથી
(૧૦) આજી. જી.આઇ.ડી.સી. પાસે બ્રિજ બનાવવા ની જોગવાઈ ૪ કરોડની કરી પણ બન્યો નથી
(૧૧) મોરબી રોડ અને માધાપર પાસે સ્મશાન બનાવવા માટેના કામ ૪.૫ કરોડની જોગવાઈ ૨૦૨૪/ ૨૫ ના બજેટમાં થઈ પણ કાંઈ કામ થયું નથી
(૧૨) દરેક ઝોનમાં પાર્ટી પ્લોટો બનાવવા મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય તેના માટે ૨૦૨૪ ૨૫ ના બજેટમાં ૧.૫ કરોડની જોગવાઈ કરી પરંતુ કામ ક્યારે થશે
(૧૩) રાજકમલ ફાટક ખોખડ દડી નદી અને રૈયા સ્માર્ટ સિટીને જોડતો રોડ ઉપર મધ્યમ સાઈઝના ત્રણ ઓવર બ્રિજ ૯૨.૪૫ કરોડના ખર્ચે બનાવવાની જોગવાઈ ૨૦૨૪/૨૫ માં કરી પણ કામ ૦ છે.
(૧૪) ઇસ્કોન મંદિર સામે રિંગ રોડ નંબર-૨ ઉપર ફાયર સ્ટેશન બનાવવાના કામ ૨૦૨૪/૨૫ ના બજેટ માં લઈને ૫ કરોડની જોગવાઈ કરી પણ કામ ના કર્યું
(૧૫) ત્રણ નવી એનીમલ હોસ્ટેલ બનાવવા ની કે જેમાં ૨૫૦૦ પશુઓનો સમાવેશ થાય તેના માટે ૩.૫૦ લાખની ૨૦૨૪ /૨૫ માં જોગવાઈ કરી કામ થયું નથી એટલે નવા બજેટમાં પણ જોગવાઈ કરી
(૧૬) ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાયન સ્ટેચ્યુ મુકવા માટે ૩૫ લાખની જોગવાઈ ૨૦૨૪ ૨૫ ના બજેટમાં કરી હતી તેની જગ્યાએ નવી યોજના યોજના આવી એટલે જૂની ભુલાઈ જશે અને નવા વર્ષમાં બજેટ મોટું કરવા માં સહજતા રહેશે.
(૧૭) પાલતુ જાનવર (કુતરા સહિત) માટે અલગથી મુકિતધામ બનાવવાની યોજના અભેરાઈ માથે ચડી ગઈ તેવું લાગે છે
વર્ષ ૨૦૨૩/ ૨૪ ના વર્ષના બજેટ નો અભ્યાસ કર્યો વર્ષ ૨૦૨૪ /૨૫ ના વર્ષના બજેટ નો અભ્યાસ કર્યો અને નવા બજેટ ૨૦૨૪/ ૨૫ નો અભ્યાસ કર્યો ૨૦૨૪ /૨૬અને ૨૦૨૩/૨૪ ના બજેટમાં ટોટલ કામોમાંથી ૫૫ થી ૫૮% જ કામો થયા છે તો આવું અ વાસ્તવિક બજેટ બનાવવાનું કારણ શું? તેની અંતમાં શ્રી સાગઠીયાએ સવાલ ઉઠાવયો હતો. (૭.ર૧)
(3:30 PM IST)










