News of Wednesday, 19th February 2025
મનપા ૮ પ્લોટ ચીચોડા-ગોલાના વ્યવસાય માટે ભાડે આપશે
રસ ધરાવનાર ધંધાર્થી ૨૧ ફેબ્રુઆરી સુધીમાં બંધ કવરમાં અરજી કરી શકશે

રાજકોટ તા.૧૮: મહાનગરપાલિકાના જુદા-જુદા પ્લોટમાં રસના ચીચોડા તથા ગોલાના વ્યવસાય માટે ભાડે આપવા તા.૨૧ ફેબ્રુઆરી સુધીમાં બંધ કવરમાં અરજી મંગાવવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શહેરમાં આવેલ નાનામવા સર્કલ (એચ.પી.સી.એલ) પંપ પાસે, અમીનમાર્ગ કોર્નર, જેડ બ્લયુની સામેનો પ્લોટ, સાધુવાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો પ્લોટ, સાધુવાસવાણી રોડ, શાક માર્કેટની સામેનો પ્લોટ, પ્રમુખ સ્વામી ઓડી.ની બાજુનો પ્લોટ, ટી.પી. નં.૧૬(રૈયા), એફ.પી. નં.૪૨/એ, નંદ હાઇટસની બાજુમાં આવેલ પ્લોટ, ટી.પી.નં.૨૬ (મવડી), એફ.પી.નં.૪/એ, સુવર્ણભુમિ કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ પ્લોટ, રાજનગર મેઇન રોડ, ધરતી હોન્ડા શો રૂમની સામે આવેલ પ્લોટ સહિતના ૮ જુદા-જુદા મેદાન/પ્લોટ તા.૦૧ માર્ચથી તા.૧૫ જુન સુધી રસના ચીચોડા તથા ગોલાનાં વ્યવસાય માટે ભાડે આપવા બંધ કવરમાં અરજી મંગાવવામાં આવેલ છે
(3:43 PM IST)










