News of Wednesday, 19th February 2025
આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ નવાચાર અને ટેકનોલોજી દ્વારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઉત્પાદનો આપવા પ્રતિબદ્ધતાનું પ્રતિકઃ એમડી કલ્પેશ રામોલિયા
રાજકોટના ઉદ્યોગપતિનો વિશ્વમાં ડંકોઃ રાજ કૂલિંગ સિસ્ટમ્સે કર્યું દુનિયાના સૌથી મોટા એર કૂલરનું નિર્માણઃ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

વિશ્વનું સોૈથી મોટુ એર કુલર ખુલ્લું મુકાયુ
શહેરના યુવા ઉદ્યોગપતિ કલ્પેશ રામોલીયાની રાજ કુલીંગ સીસ્ટમ પ્રા.લી. દ્વારા વિશ્વના સોૈથી મોટુ એર કુલરને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે એમડી કલ્પેશ રામોલીયા, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસના શ્રી આલોકજી સહિત કંપનીના સંચાલકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકુલીંગ સીસ્ટમ્સને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૧૯: રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે એક હબ છે જેમાંના એક ઉદ્યોગપતિએ પોતાની કુશળતાનો પરચો આપી વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. રાજ કૂલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું ૧૫ ફૂટ ઊંચાઈ ધરાવતું એર કૂલરની સિદ્ધિને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહિ પરંતુ રાજ કૂલિંગ સિસ્ટમ લિમિટેડ અમદાવાદ જિલ્લાની એકમાત્ર કંપની છે કે જેને BIS રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે. કંપની પાસે ૮૦થી વધુ ડિઝાઇનની પેટન્ટ છે તો ૧૦૦થી વધુ ટ્રેડ માર્ક પણ છે.
રાજ કૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે તેની ઉચ્ચ ગુણવત્તા અને નવા નવાચાર માટે જાણીતી છે, તેણે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ વિશ્વના સૌથી મોટા એર ફૂલરનું સફળ નિર્માણ કરી, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ પ્રાપ્તિ માત્ર રાજ કૂલિંગ સિસ્ટમ્સ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. આ વિશાળ ફુલરની કંપનીનું મુખ્ય લક્ષ્ય હંમેશા માનવ જીવનની ગુણવત્તા સુધારવાનું અને ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈઓએ લઈ જવાનું રહ્યું છે.
આ અનોખા એર કૂલરમાં અદ્યતન ટેક્રોલોજીનો ઉપયોગ કરાયો છે, જે ઉર્જા બચત, મજબૂત બોડી મટિરિયલ અને પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન સાથે સુસજ્જ છે. આ ફૂલર માત્ર વીજળીની બચત કરતું નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ રહે તેવા તમામ પાસાઓનો સમાવેશ કરે છે. એટલું જ નહિ આ વિશાળ કૂલર સુવિધાની સાથે બચત પણ કરાવે છે. જેમાં BLDC ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેના કારણે બે કલાક ફૂલરના વપરાશ બાદ માટે એક યુનિટ વીજળીનો ખર્ચ થાય છે.
આ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવામાં રાજ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કલ્પેશ રામોલિયાની અટલ પ્રતિબદ્ધતા અને નવીન દૃષ્ટિનો અભૂતપૂર્વ ફાળો રહ્યો છે. આ તકે શ્રી કલ્પેશ રામોલિયાએ જણાવ્યું કે, ‘‘આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ નવાચાર અને ટેક્રોલોજી દ્વારા આપણા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઉત્પાદનો આપવા માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. અમારી ટીમની અવિરત મહેનત અને સમર્પણ આ મહાન સિદ્ધિ પાછળ છે. આ એર કૂલર મોટી ઇન્ડસ્ટ્રી કે મોટા કાર્યક્રમોમાં જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય ત્યાં ઉપયોગમાં લઈ શકાશે.''
રાજ ફૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ બે દાયકાથી કૂલિંગ ઉદ્યોગમાં કાર્યરત છે અને તે ભારતની સૌથી મોટી એર કૂલર ઉત્પાદક કંપની છે. ISO 9001:2015 પ્રમાણિત આ કંપની ઇન્ડસ્ટ્રીયલ, ટેન્ટ અને ડોમેસ્ટિક ક્ષેત્ર માટે કૂલિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. નવીનતા, ગુણવત્તા અને ગ્રાહક સંતોષ એ કંપનીના મુખ્ય સ્તંભો છે, જે તેને સતત ઉન્નત બનાવી રહ્યા છે. કંપની પાસે આધુનિક ટેક્રોલોજી અને અત્યાધુનિક મશીનરીથી સજ્જ એક વિશાળ મેન્યુફેક્ચરિંગ યૂનિટ છે, જે દર વર્ષે લાખો એર ફૂલર્સનું ઉત્પાદન કરે છે.
રાજ કૂલિંગ સિસ્ટમ્સની ઉત્પાદન પ્રક્રિયા શ્રેષ્ઠ સ્ટાન્ડર્ડ્સ અને કડક ગુણવત્તા નિયંત્રણથી પસાર થાય છે, જેથી ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ મળી રહે. કંપનીએ માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશી બજારોમાં પણ પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે, જ્યાં તેમના ઉત્પાદનોની ડિમાન્ડ સતત વધી રહી છે.
આ નવું એર કૂલર માત્ર એક પ્રોડક્ટ નહીં, પરંતુ ભારતના ઉદ્યોગ જગત માટે એક ક્રાંતિ સમાન છે. આ સિદ્ધિ સમગ્ર દેશમાં ‘‘મેક ઈન ઈન્ડિયા'' અભિયાનને વધુ મજબૂત બનાવશે અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. રાજ કૂલિંગ સિસ્ટમ્સ પોતાના પ્રોડક્ટ્સ દ્વારા ઉદ્યોગ અને પર્યાવરણ બંને માટે અનુકૂળ ઉકેલ પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ ઉપલબ્ધિ માત્ર એક શાનદાર ઈતિહાસ નથી, પરંતુ ભવિષ્ય માટે પ્રેરણારૂપ ઉદાહરણ પણ છે. દેશની પ્રગતિ માટે આ કંપની આવનારા સમયમાં પણ નવીન અને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ લાવવાનું ચાલુ રાખશે.
(4:15 PM IST)










