<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

અશાંત ધારો : જીવન પ્રભા સોસાયટીના રહેવાસીઓની ફરીયાદો બાદ સીટી પ્રાંત-૧ દ્વારા મામલતદારને તપાસ

પશ્ચિમ મામલતદારને તપાસ અર્થે અરજીઓ મોકલાશેઃ રહેવાસીઓની ફરીયાદો અંગે ચર્ચા

રાજકોટ, તા., ૧૯: તાજેતરમાં  ર થી ૩ દિવસ પહેલા શહેરના ૬૯ રાજકોટ વિસ્‍તારમાં વર્ષો પહેલા લાગુ કરાયેલ અશાંતધારા મામલે આ વિસ્‍તારની જીવન પ્રભા કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના રહેવાસીઓએ સીટી પ્રાંત-૧ ને આવેદન પાઠવી વિમાનગર-અલ્‍કાપુરીમાં વિધર્મીઓએ ખરીદ કરેલ મીલ્‍કતો અંગે અને જે દસ્‍તાવેજો થયા છે અને થઇ રહયા છે તે અંગે તપાસ કરવા તથા દસ્‍તાવેજો રદ કરવા અંગે માંગણી કરી હતી.

જીવનપ્રભા સોસાયટીના સંખ્‍યાબંધ રહેવાસીઓએ વિમાનગર શેરી નં.૧ માં આવેલ મકાનોની વિગતો તથા વિમાનગર શેરી નં. ૩ અને ર ની આવેલ મીલ્‍કતોનું વિધર્મીઓને વેચાણ કરાયાની ચોંકાવનારી વિગતો-ફરીયાદો કરી હતી.

દરમિયાન આ આવેદન બાદ આજે સીટી પ્રાંત-૧ના અધિકારી સુત્રોએ જણાવેલ કે આ બાબતે પヘમિ મામલતદારને તપાસ અર્થે અરજીઓ મોકલાશે. મામલતદાર તપાસ કરશે અને તેમના રીપોર્ટ બાદ કાર્યવાહી કરાશે. (૪.૧૧)

(4:38 PM IST)