<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

જુના મોરબી રોડ પર અકસ્‍માત બાદ બટાઝટીઃ રિક્ષાનો કાચમાં પાણકો માર્યો, એક શખ્‍સે છરો કાઢયોઃ ગાળોનો વરસાદઃ વિડીયો થયો વાયરલ

રાજકોટઃ શહેરમાં વાહન અકસ્‍માત કે વાહન અડી જવા જેવી વાતે લોકો મગજનો પારો ગુમાવી દેતાં હોય છે અને એક બીજા પર હુમલો કરતાં હોય છે. અનેક વખત આવી ઘટનાઓમાં વાત વણસી જતાં મોટી માથાકુટ પણ થઇ જતી હોય છે. આવો જ એક બનાવ આજે જુના મોરબી રોડ પર બન્‍યો હતો. જેમાં લોકોમાં થતી ચર્ચા મુજબ રિક્ષા અને મોટરસાઇકલ વચ્‍ચે સામાન્‍ય અકસ્‍માત સર્જાયા બાદ  બબાલ સર્જાઇ ગઇ હતી. કેટલાક શખ્‍સોએ એક યુવાનને ઘેરી લઇ હુમલો કર્યો હતો. બેફામ મા-બહેનસમી ગાળો ભાંડી હતી અને રિક્ષાનો આગળનો કાચ મોટો પાણકો મારીને ફોડી નાંખ્‍યો હતો. આ ઉપરાંત કાયદો વ્‍યવસ્‍થાના લીરા ઉડાડી એક શખ્‍સ મોટો છરો કાઢીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આવા દ્રશ્‍યો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. વિડીયોમાં મારો મારોના અવાજ સાથે રિક્ષા સળગાવી નાખો એવુ બોલતું પણ કોઇ સંભળાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:35 PM IST)