તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Friday, 21st February 2025
ભાવનગર રોડ પર દાઉદી વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં ચોરીઃ ચોરે મજાર સામે માફી માંગી પછી દાનપેટી તોડી
વિડીયો વાયરલ થયોઃ પોલીસને જાણ કરવામાં આવતાં તપાસનો ધમધમાટ

રાજકોટઃ શહેરના ભાવનગર રોડ પર પટેલ વાડી સામે સોળ થંભી નજીક આવેલા આવેલા દાઉદી વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં ચોરીનો બનાવ બન્યો છે. અહિ ચોર ધીમેથી મજારવાળા રૂમમાં ત્રીકમ સાથે ઘુસી બાદમાં મજાર સામે બે હાથ ઉંચા કરી જાણે ચોરી કરતાં પહેલા માફી માંગતો હોય એમ દૂઆ કરે છે અને પછી ત્રીકમથી દાનપેટી તોડી ચોરી કરે છે. આ ચોરની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે અને ઘટના વાયરલ થઇ છે. આ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ થતાં તપાસ શરૂ થઇ છે. (૧૪.૧૨)
(3:50 PM IST)










