News of Friday, 21st February 2025
કુંભમેળામાં કુંભસ્નાનનો લાભ લેતા રામભાઇ મોકરીયા પરિવાર

રાજકોટઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજભાઇ શરૂ થયેલ કુંભમેળામાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહયા છે. અને કુંભસ્નાનનો લાભ લઇ રહયા છે ત્યારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ પોતાના પરિવાર સાથે કુંભસ્નાનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. રામભાઇ મોકરીયા અને પરિવારે સંગમ કિનારે પુજન-અર્ચન કર્યુ હતું તેમજ જુદા જુદા ધાર્મિક મંદીરોમાં પુજાવિધિ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુંદર કાર્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
(3:58 PM IST)










