તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Saturday, 22nd February 2025
હવે જુના વાહનનાં નંબર નવા વાહન માટે રિટેઇન કરી શકાશે
રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નવી યોજનાનો અમલ શરૂ કરાયો

વ્હિકલ નંબર રિટેન્સન પોલીસી અંતર્ગત વાહન માલિકોને જુના વાહનોના નંબર નવા વાહન માટે રિટેઇનની છૂટ
રાજ્યમાં નવા વાહન માટે જૂના વાહનોને નંબર યથાવત રાખવા માટે રાજ્યના ટાન્સપોર્ટ વિભાગે છૂટ આપી છે. જેથી જુના વાહન વેચનાર અથવા સ્કેપ કરનાર માલિક પોતાની પસંદગીનો નંબર નવા વાહન માટે રિટેઇન કરી શકશે.
ગુજરાતમાં નવા વાહન સાથે રજિસ્ટ્રેશન નંબર પણ નવો અત્યારસુધીનો ટ્રેન્ડ રહ્યો છે. વાહન માલિકો જન્મદિન અથવા લગ્નની વર્ષગાંઠની તારીખ, ન્યુમોરોલોજી, મોબાઇલ નંબરના પાછળના ચાર આંકડા અથવા કોઇ ધાર્મિક માન્યતાને આધારે પોતાના વાહનો માટે પોતાની પસંદગીનો ચોક્કસ નંબરનો આગ્રહ રાખે છે. નવા વાહનોના પસંદગીના નંબર મેળવવા માટે અરજદારોએ ઓનલાઇન ઓકશનમાં ભાગ લેવો પડે છે. આ પ્રક્રિયા દરમિયાન સંબંધિત પસંદગી નંબર મેળવવામાં અરજદારોને સફળતા મળતી ન હતી. જેથી કેટલાક કિસ્સામાં જુના વાહન જેવો જ નંબર નવા વાહનોને ફળવાઇ શકતો નથી. આ સહિતના કારણોસર રાજ્યોના ટ્રાન્સપોર્ટ વિભાગે વ્હીકલ નંબર રિટેન્શન પોલીસી અંતર્ગત વાહન માલિકોને જુના વાહનો નંબર વા વાહન માટે રિટેઇન રાખવાની છૂટ આપી છે. વાહન માલિકો વાહન વેચાણ અને વાહન સ્ક્રેપના કિસ્સામાં જુના વાહનો નંબર રિટેઇન કરી શકાશે. વાહન માલિકી વાહનની તબદિલીની અરજી કરે તે સમયે વાહનનો નંબર રિટેઇન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનને જે તે રિટેન કરેલો નંબર ફાળવવામાં આવશે, અને માલિકસ તબદીલ થયેલ વાહનને બીજો નવો નંબર ફાળવવામાં આવશે. બીજી તરફ, વાહન સ્ક્રેપના કિસ્સામાં માલિક દ્વારા પોતાના નવા ખરીદાયેલા વાહન પર જુના વાહનનો નંબર રિટેઇન થશે. જુના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે. ત્યારબાદ જે તે વાહનને મોટર વ્હીકલ્સ એકટ અને રૂલ્સની જોગવાઇ મુજબ સ્ક્રેપ કરવામાં આવશે.
૯૦ દિવસ બાદ રિટેઇન નંબર નવા વાહનને ફઇવાશે નહીં
રિટેઇન કરવામાં આવેલ નંબરની સામે ખરીદાયેલ નવા વાહનને રિટેઇન કરેલ નંબરની ફાળવવાની પ્રક્રિયા ૯૦ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. ૯૦ દિવસ બાદ રિટેઇન નંબર નવા વાહનને ફળવાશે નહી. ૯૦ દિવસ માટે ફી ના સ્લેબ નક્કી કરાયા છે.વાહન માલિકે નંબર રિટેઇન કર્યા બાદ ૯૦ દિવસ અંદર તેને નવા વાહનમાં ઉપયોગ કરવો ફરજિયાત છે. બીજી નંબર રિટેઇન કરવા માટે પ્રથમ રિટેન્શન દરમિયાન ચુકવેલ ફી ઉપરાંત તે ફીના ૨૫ ટકા વધારે ચુકવવાના રહેશે. આ ઉપરરાંત R.C. બુક, ફિટનેશ વિમો, P.U.C, H.P હોય તો NOC નો ટેકસ ડયૂ નો ઓફેન્સ રજિસ્ટ્રર અંડર એમ.વી.એકટ વગેરે જેવા દસ્તાવેજ જરૂરી છે.
રિટેન્શન ફી
દિવસ કેટેગરી ટુ વ્હીલર્સ અન્ય વાહનો
૦-૩૦ ગોલ્ડન રૂ.૮,૦૦૦ રૂ.૪૦,૦૦૦
૦-૩૦ સિલ્વર રૂ.૩,૫૦૦ રૂ.૧૫,૦૦૦
૦-૩૦ અન્ય રૂ.૨,૦૦૦ રૂ.૮,૦૦૦
૩૦-૬૦ ગોલ્ડન રૂ.૧૨,૦૦૦ રૂ.૬૦,૦૦૦
૩૦-૬૦ સિલ્વર રૂ.૫,૫૦૦ રૂ.૨૫,૦૦૦
૩૦-૬૦ અન્ય રૂ.૩૦૦૦ રૂ.૧૨,૦૦૦
૬૦-૯૦ ગોલ્ડન રૂ.૧૬,૦૦૦ રૂ.૮૦,૦૦૦
૬૦-૯૦ સિલ્વર રૂ.૭,૦૦૦ રૂ.૩૦,૦૦૦
૬૦-૯૦ અન્ય રૂ.૪,૦૦૦ રૂ.૧૬,૦૦૦
કઇ શરતને આધારે નંબર રિટેઇન કરી શકાશે?
જે વાહનનો નંબર રિટેઇન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રિટેઇન કરવાનો છે તતે બંનેની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. કોઇ અન્ય વ્યક્તિના નામે વાહન નંબર રિટેઇન થઇ શકશે નહી. વધુમાં જે વાહનનો નંબર રિટેઇન કરવાનો છે તે વાહનની માલિકી સંબંધિત વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇએ.
વાહન નંબર રિટેન્શન સમયે બંને વાહનના ક્લાસ ઓફ વ્હીકલ સમાન હોવા જરૂરી રહેશે.
વાહન માલિક પોતાના વાહનનો નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહનો પર જ રિટેઇન કરી શકાશે. અને તે વાહન નંબર રિટેન્શનની પૂર્વ શરત રહેશે. જુના વાહન પર વાહનનો નંબર રિટેઇન થઇ શકશે નહી.
જે વાહનનો નંબર રિટટેઇન કરવાનો છે તેનું રજિસ્ટ્રેશન રિટેન્શન સમયે કાર્યરત હોવું જોઇએ. એટલે કે અગાઉ જે વાહનો સ્ક્રેમ થાય છે. તેવા વાહનનો નંબર હાલ રિટેઇન થઇ શકશે નહી.
વાહનની તબદીલ સમયે રિટેન્શનના કિસ્સામાં તબદીલ થનાર નંબર વાહનનો નવો નંબર ફાળવતા સમયે આવા વાહન માલિક પાસે ગોલ્ડન - સિલ્વર નંબર સિવાયના ઉપલબ્ધ પસંદગી નંબર જરૂરી ફી ભરપાઇ કરીને મેળવવાનો વિકલ્પ રહેશે.
વાહન સ્ક્રેપ થતું હોય તે સમયે વાહન નંબર રિટેન્શન કરવાના કિસ્સામાં નવા ખરીદાયેલા વાહનને મોટર વ્હીકલ્સ એક્ટ તથા રૂલ્સની જોગવાઇ મુજબ સમયમર્યાદામાં વાહનનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. નહીં તો દંડની જોગવાઇ મુજબ દંડ વસુલાશે.
(4:10 PM IST)










