News of Saturday, 22nd February 2025
આનંદનગર કોલોનીમાં પીસીબીનો દરોડોઃ સ્કોચની ૮૦ હજારની ૧૪૩ બોટલો કબ્જેઃ રૂપેશ ઉર્ફ કાનો સોલંકીની શોધખોળ
પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ હુણ, ત્રાજીયાની રાહબરીમાં દરોડોઃ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણ અને હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૨૨: શહેર પીસીબીની ટીમે વધુ એક વખત દારૂનો જથ્થો પકડી લીધો છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાને મળેલી બાતમી પરથી કોઠારીયા રોડ આનંદનગર કોલોની બ્લોક નં. ૭ ક્વાર્ટર નં. ૧૫૦માં દરોડો પાડી રૂા. જેએન્ડબીની રૂા. ૨૫૮૭૪ની ૧૭ બોટલો તથા રેડ લેબલની રૂા. ૪૫૨૪૦ની ૩૦ બોટલો અને ઇકોનીક વ્હાઇટ નામની વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૯૬૦૦ના ૯૬ ચપલા મળી રૂા. ૮૦૧૭૪નો દારૂ કબ્જે કર્યો હતો.
દરોડો પડતાં મકાનમાં રૂપેશ ઉર્ફ કાનો રાજુ સોલંકી હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અંતર્ગત ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણ , હરદેવસિંહ રાઠોડ, કરણભાઇ મારૂ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી, ગિરીરાજસિંહ, યુવરાજસિંહ, વિજયમાઇ, દેવરાજભાઇ, વાલજીભાઇ, નગીનભાઇ, હિરેનભાઇ સહિતે આ કામગીરી કરી હતી.
(3:44 PM IST)










