<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

એડવોકેટ પ્રશાંતભાઈ જોશીની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક

રાજકોટ તા.રપઃ નાનપણથી દેશભક્‍તિના રંગે રંગાયેલા,અધિવકતા પરિષદ રાજકોટ શહેરના અધ્‍યક્ષ અને સિનિયર એડવોકેટ પ્રશાંતભાઈ જોશીની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશાંતભાઇ જોશી ગુજરાતના જાણીતા અને અનુભવી સિનિયર વકીલ છે, તેઓ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ કારોબારી સભ્‍ય પણ રહ્યા છે. લીગલ રિસર્ચ ફાઉન્‍ડેશનમાં સેક્રેટરી તરીકે સેવા આપે છે. ઉપરાંત સમસ્‍ત બ્રહ્મ સમાજમાં ઉપ પ્રમુખ તરીકે, અખિલ ભારતીય સાચોરા બ્રહ્મ સમાજમાં ટ્રસ્‍ટી, રાજકોટ નાગરિક સહકારી બેન્‍ક કોઠારિયા શાખામા સહ કન્‍વીનર ,સંઘ પરિવાર ક્ષેત્રમાં સદાય સક્રિય, વિવિધ જવાબદારી સાંભળી રહ્યા છે.

તેમની વધુ સફળતા માટે એડવોકેટશ્રીઓ, રાજકોટ નાગરિક સહકારી બેંક પદાધિકારી, અધિકારી, અધિવકતા પરિષદ, સહકાર ભારતી, ભાજપના તમામ અગ્રણીઓ દ્વારા (મો. ૯૮૨૫૪૮૪૮૯૧) ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(4:08 PM IST)