તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Tuesday, 25th February 2025
ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન દ્વારા રાજકોટના આંગણે શનિવારે તૃતિય શાહી સમુહલગ્ન : ૧૫ યુગલો જોડાશે
સેલીબ્રેશન ટ્રી પાર્ટી પ્લોટમાં આયોજન : સાંજના ફેરા : દિકરીઓને ૧૭૫ થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે

રાજકોટ તા. ૨૫ : ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠીયાવાડ યુવા સંગઠન દ્વારા રાજકોટના આંગણે તૃતીય શાહી સમુહલગ્નનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંગઠનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા. ૧ માર્ચના શનિવારે સેલીબ્રેશન ટ્રી પાર્ટી પ્લોટ, રીવર સાઇડ સ્કુલ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે આયોજીત આ સમુહલગ્નમાં ૧૫ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. સાંજે ૪ વાગ્યે જાન આગમન અને સાંજે ૫.૪૫ કલાકે હસ્ત મેળાપનું મુહુર્ત છે. રાત્રે ૮ વાગ્યે જાનને વિદાય અપાશે. દિકરીઓને કરીયાવરમાં સોનાની બુટી, સોનાનો દાણો, ચાંદીના સાકળા, વોશીંગ મશીન સહીત ૧૭૫ થી વધુ વસ્તુઓ દાતાઓના સહયોગથી અપાશે.
આયોજનમાં ગુર્જર ક્ષત્રિય સંગઠનના અધ્યક્ષ વિજયભાઇ મકવાણા, પ્રમુખ- હાર્દીકભાઇ વી. ટાંક, ઉપપ્રમુખ - પ્રતિકભાઇ કે. ચૌહાણ, મંત્રી - વિક્રમભાઇ કાચા, સહમંત્રી - દિપકભાઇ ડી. રાઠોડ, ખજાનચી - સાગરભાઇ બી. જેઠવા, સહખજાનચી - ધર્મેશભાઇ જે. ટાંક, સભ્યો - કમલેશભાઇ એમ. જાદવ, ગૌરવભાઇ આર. મારૂ, શુભમભાઇ લાડવા, સાગરભાઇ એચ. કાચા, કમલેશભાઇ બી. ભાલીયા, ભરતભાઇ વી. રાઠોડ, નટુભાઇ કે. વાઘેલા, અશોકભાઇ જે. ચોટલીયા, ધ્રુવભાઇ એન. વાઘેલા તેમજ સંગઠનના સર્વે સભ્યો અને સહયોગી મંડળના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ તૃતીય શાહી સમુહ લગ્ન માટે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. આ માટે પ્રેરણાષાોત શ્રી શ્યામ મંદિર સમિતિ રાજકોટ તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા કાઠીયાવાડ સમાજ રાજકોટ તેમજ દાતાઓ છે. આપા ગીગાની જગ્યા સતાધારના પૂ. મહંતશ્રી વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ તેમજ સાધુ સંતો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી નવવિવાહીતોને આશીર્વચનો આપશે. લોકગાયીકા તૃપ્તી કાપડીયા ગીતોની રમઝટ બોલાવશે અને એન્કરીંગ સંજયભાઇ એસ. ગેડીયા સંભાળશે. તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગુજરાત ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન રાજકોટ (મો.૯૭૨૩૦ ૬૭૮૯૦)ના આગેવાનો નજરે પડે છે. (૧૬.૨)
(3:12 PM IST)










