News of Tuesday, 25th February 2025
ભોળાનાથના રંગે રંગાશે રાજકોટઃ કાલે દર્શનીય રથયાત્રા
શિવ અંતર મન કી શકિત હૈ, શિવ પુજા હૈ, શિવ ભકિત હૈ, શિવ હી જીવન સાર હૈ, શિવ સે હી તો યે સંસાર હૈ :શિવ રથયાત્રા સમિતિનું આયોજનઃ ૨૦૦ બેન્ડ, શિવલીંગ દર્શનનું આકર્ષણઃ સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ

ઓમ નમઃ શિવાયઃ શિવ રથયાત્રા સમિતિ દ્વારા કાલે બપોર પછી નીકળનારી ભવ્ય રથયાત્રા નિમિતે આજે આયોજક અગ્રણીઓએ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા.૨૫: મહાશીવરાત્રી તા .૨૬ બુધવારે પાવન પર્વે ને ઉજવવા શ્રી દશનામ ગોસ્વામી સમાજ, શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા સનાતન ર્ શિવ રથયાત્રાનુ સતત ૧૩ મા વર્ષે આયોજન થવા જઈ રહ્યું છે. આ મહાયાત્રાની રાજકોટ તેમજ રાજકોટની આજુબાજુના તમામ વિસ્તારના ધર્મ પ્રેમી લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આ વર્ષે યાત્રા ના મુખ્ય ધર્મ સ્થમાં બારમી જ્યોર્તિલિંગ એવા દાદા ધુષ્ણેશ્વર બિરાજમાન થશે. દાદા ને રીઝવવા વિવિધ ધર્મ સભર કાર્યક્રમો થશે. આ મહાયાત્રામાં રાજસ્થાની લોક નળત્યકારો, નાસિક ઢોલ મંડળી, રામ દિવાના જાકે ગ્રુપ-જયપુર (રાજસ્થાન), થાનની પ્રખ્યાત રાસ મંડળી, અઘોરીના પહેરવેશમાં શિવ ગણો તેમજ દેશ આખા મા વિખ્યાત એવી ગોપાલ ગૌશાળા ના ખેરડી ના૨૦૦ કલાકારો મહાદેવને રીઝવવા બેન્ડ સહિતના વાંજીત્રો સાથે કળતિઓ રજૂ કરશે. હાથી, ઘોડા અને ઊંટની સવારીઓ સાથે ચાલશે. લાઇટિંગવાળી ઇલેક્ટ્રિક છત્રીઓ સાથે યાત્રા મા અનેરી ઝગમગાટ જોવા મળશે, મુખ્યના દર્શનનો લ્હાવો મળશે. હજારોની સંખ્યામાં યુવા બાઇક સવારો અગ્ર હરોળમાં રહેશે. - નાના મોટા, સૌ કોઈ દાદાના સાનિધ્યમાં પગપાળા ચાલતા ધન્યતાનો અનુભવ પ્રાપ્ત કરશે. ઉપરાંત વિવિધ સંસ્થાઓના ધાર્મિક તેમજ સામાજિક ફ્લોટ્સ તો ખરાજ. તો ઓવો આવી ભવ્ય, દિવ્ય અને અદભૂત શિવ રથયાત્રામા જોડાઈને મહાદેવના ગુણગાન ગાવા સમિતિાએ નિમંત્રણ પાઠવું છે. શિયયાત્રા કાલે બુધવારે બપોરે ૩૦:૩૦ વાગ્યે કમલેશ્વર મહાદેવ મંદિર કોઠારીયા રોડથી પ્રારંભ થઇ વિવિધ સ્થળો પર ફરી સાંજે ૭:૩૦ વાગ્યે ચોૈધરી હાઇસ્કુલના મેદાનમાં હાઇસ્કુલના મેદાનમાં વિરામ કરશે ત્યાં આરતી-મહાપ્રસાદ છે.
યાત્રાને સફળ બનાવવા ધર્મેન્દ્રગિરી ચતુરગિરી ગોસ્વામી-ગોૈતમગિરી ચમન ગીરી - ભાવેશગીરી નટવરગિરી- અજયવન રમેશવન - મોૈલીકગિરી અજિવનગિરી-ભાવીકપુરી રાજેષપુરી હાર્દીકભાઇ ત્રિભોવનભાઇ જાવિયા સુરેશગીરી શાંતીગીરી ગોસ્વામી અમીતગીરી રાજેશગીરી ગોસ્વામી જેનીશ ભારથી મુકેશભારથી વગેરે જહેમત ઉઠાવી રહયા છે. શિવ રથયાત્રાના આમંત્રીત તરીકે ગોપાલ ગોશાળા ખેરડીના રમેશગીરી જે ગોસ્વામી છે. મહાપ્રસાદ ફરાળના યજમાન તરીકે રાકેશભાઇ પી. સંચાણિયા છે.

(3:54 PM IST)










