News of Tuesday, 25th February 2025
૧લી નવેમ્બરથી જીએસટી એમનેસ્ટી સ્કીમ અમલી
CGST કાયદા-કાનુન મુજબ જેઓ નોટીસ-ઓર્ડર પ્રાપ્ત કરેલ છે તેઓ વ્યાજ - દંડ માફી માટે અરજી કરી શકે છે : CGST ડે. કમીશનરે આપ્યો નિર્દેશ : ચેમ્બરના ઉપક્રમે યોજાયો સેમીનાર

રાજકોટ, તા.૨૫: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા CGST રાજકોટના સંયુક્ત ઉપક્રમે "GSTAMNESTY SCHEME" તા.૨૪-૦૨-૨૦૨૫, સોમવારના રોજ અવનેશ સેમીના ૨નું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ CGST કમિશનરશ્રી શિવાકુમા૨ વી તથા ડેપ્યુટી કમિશનરશ્રી નાથા નાગશ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.
ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાએ સ્વાગત પ્રવચન આપતા જણાવેલ કે, સરકારશ્રી દ્વારા કોઈપણ નવા કાયદાઓ કે સ્કીમો અમલમાં મુકવામાં આવે છે તેની વેપાર-ઉદ્યોગકારોને સંપુર્ણ જાણકારી મળી રહે તે માટે હર હંમેશ અવરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે GST અંતર્ગત કરદાતાઓને દંડ વ્યાજમાંથી રાહત મળે તે માટે સરકારશ્રી દ્વારા GSTAMNESTY SCHEME અમલી કરેલ છે. જેનાથી ખુબ રાહત થશે. આમ કરદાતાઓને આ સ્કીમનો વધુ ને વધુ લાભ લેવા અનુરોધ કરેલ.
સેમીનારમાં ખાસ ઉપસ્થિત રાજકોટ CGST કમિશનર શ્રી શિવાકુમાર વી એ આજના સેમીનારનું આયોજન કરવા બદલ આભાર વ્યકત કરી સરકાર દ્વારા કરદાતાઓના હિતને લક્ષમાં રાખી GSTAMNESTY SCHEME અંગે ટુંકમાં વિગત આપી આ બાબતે કરદાતાઓને કોઈપણ મુશ્કેલી-સમયસ્યા કે મદદની જરૂર જણાય તો CGST ઓફિસનો સંપર્ક કરવા જણાવેલ.
મુખ્ય વકતા રાજકોટ CGST ડેપ્યુટી કમિશનરશ્રી નાથા નાગશએ જણાવેલ કે, GST કાઉન્સીલ દ્વારા CGST Act ૨૦૧૭ હેઠળ 128A માં GST AMNESTY SCHEME ૧લી નવેમ્બર ૨૦૨૪ થી અમલમાં આવેલ છે. આ સ્કીમ એવા કરદાતાઓને લાભ આપે છે જેમણે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે CGST કાયદાના ૭૩ અને ૭૪ હેઠળ નોટીસ-ઓર્ડર પ્રાપ્ત કરેલ છે. તેઓ વ્યાજ અને દંડની માફી માટે અરજી કરી શકે છે. જો વ્યાજ અને પેનલ્ટી પહેલેથી ચુકવવામાં આવેલ હોય તો કોઈ રીફંડ આપવામાં આવશે નહી. આ સ્કીમનો લાભલેવા માટે કરદાતાએ માંગવામાં આવેલી વાસ્તવીક GST રકમ ૩૧-૦૩-૨૦૨૫ સુધીમાં ચુકવવી પડશે અને GST SPL-01 અથવા GST SPL-02 ફોર્મ GST દ્વારા માફી માટેની ઓનલાઈન અરજી ત્રણ માસનાની અંદર ૩૦-૦૬-૨૦૨૫ સુધીમાં સબમીટ કરવી પડશે. આમ GSTAMNESTY SCHEME અંગેનો લાભો-સુવિધાઓ, શરતો, પ્રતિબંધો, પ્રક્રિયા જેવા અગત્યાના વિવિધ મુદાઓ ઉપર પાવર પોઈન્ટ પ્રેઝનટેશન દ્વારા માહિતી આપેલ. તેમજ ઉપસ્થિત સભ્યશ્રીઓ દ્વારા પુછાયેલ પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ દ્વારા સંતોષકારક પ્રત્યુતર આપવામાં આવેલ. સમગ્ર સેમીનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના માનદમંત્રી શ્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ તેમજ આભાર વ્યકત ટ્રેઝરર શ્રી વિનોદભાઇ કાછડીયાએ કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.(૨૩.૧૭)
(3:59 PM IST)










