<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

મોરબીમાં માતુશ્રી શાંતાબેન એ. દોશી, ડો. કુસુમબેન એ. દોશી અન્‍નપૂર્ણા ભવન અને સ્‍વ. રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ

મોરબીમાં શ્રી જલારામધામ દ્વારા અષ્‍ટદશમ પાટોત્‍સવ અંતર્ગત સપ્તવિધ-કાર્યક્રમોની હારમાળા શ્રી જલારામધામ, અયોધ્‍યાપુરી મેઇન રોડ ઉપર રવિવારે સવારના પ્રભાવ ધુનથી કાર્યક્રમનો આરંભઃ ગાયત્રી યજ્ઞ, સન્‍માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

‘અકિલા' કાર્યાલય ખાતે સમગ્ર આયોજનની વિગતો મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગિરીશભાઇ ઘેલાણી અને અન્‍ય આગેવાનોએ વર્ણવી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે.
રાજકોટ
, તા.૨૬: મોરબીમાં શ્રી જલારામધામ દ્વારા તા. ૨-૩-૨૫ ને રવિવારે અષ્‍ટદશમ પાટોત્‍સવ અંતર્ગત ‘‘ માતુશ્રી શાંતાબેન ડો. કુસુમબેન એ. દોશી અન્‍નપૂર્ણા ભુવન'' લોકાપર્ણ તથા ‘‘સ્‍વ. અનડકટ સેવા ભવનનું'' લોકાર્પણ કરવામાં આવશે જેની ‘‘ અકિલા''  કાર્યાલયે આયોજકો મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઇ ઘેલાણી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્‍ટ- શ્રી જલારામધામ-મોરબી દ્વારા વિગતો વર્ણવવામાં આવી હતી.

સર્વ જ્ઞાતિય વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્‍ટ-મોરબી સંચાલિત શ્રી જલારામધામના અષ્‍ટદશમ પાટોત્‍સવ પ્રસંગે‘‘માતુશ્રી શાંતાબેન  એ. દોશી તેમજ ડો. કુસુમબેન એ. દોશી અન્‍નપૂર્ણા ભવન''નું તેમજ સ્‍વ. રસિકલાલ અનડકટ સેવા ભવન ના લોકાર્પણ પ્રસંગે સપ્‍તવિધ કાર્યક્રમો યોજાશે.

જેમાં તાઃ ૨-૩ - ૨૫ ને રવિવારે સવારે ૬ વાગ્‍યે પ્રભાત ધુન, સવારે ૯ વાગ્‍યે ગાયત્રી યજ્ઞ સાંજે ૪ વાગ્‍યે ‘‘ ‘‘માતુશ્રી શાંતાબેન એ. દોશી તેમજ ડો. કુસુમબેન એ. દોશી'' અન્‍ન પુર્ણા ભવનનું લોકાપર્ણ સાંજે ૪:૩૦ વાગ્‍યે સન્‍માન સમારોહ, સાંજે ૬:૩૦ વાગ્‍યે સ્‍વ. રસિકલાલ અનડકટ ભવન લોકાર્પણ તથા સાંજે ૭ વાગ્‍યે મહાઆરતી અને સાંજે ૭:૩૦ વાગ્‍યે મહાપ્રસાદ યોજાશે.

શ્રી જલારામધામ અયોધ્‍યાપુરી મેઇન રોડ, મોરબી ખાતે આયોજીત આ સપ્‍તવિધ કાર્યક્રમ અંતર્ગત ‘‘ માતુશ્રી શાંતાબેન એ. દોશી તથા ડો. કુસુમબેન  એ. દોશી અન્‍નપુર્ણા ભુવનનું લોકાર્પણ કિરણભાઇ અમૃતલાલ દોશી, હિરેન્‍દ્રભાઇ અમૃતલાલ દોશી તથા દોશી પરિવારના હસ્‍તે કરવામાં આવશે.

જયારે સ્‍વ. રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ સંતો- મહંતો તથા અનડકટ પરિવારના હસ્‍તે કરવામાં આવશે.આ તકે મહેન્‍દ્રનગર રામધુન આશ્રમના મહંત શ્રી ભાવેશ્વરીમાં મેસરીયાધામના કોઠારી શ્રી મગ્નીરામબાપુ ધારાસભ્‍યો કાંતિભાઇ  અમૃતિયા, જીતુભાઇ સોમાણી, દુર્લભજીભાઇ દેથરીયા, રાજકીય અગ્રણી ઓ નિર્મલભાઇ જારીયા, કિશોરભાઇ ચાંખલીયા, રઘુવંશી મહિલા અગ્રણી સોનલબેન વસાણી દીલુભા જાડેજા (જયદિપ એન્‍ડ કંપની) રઘુવંશી સમાજના અગ્રણીઓ ધીરૂભાઇ હિરાણી, પંકજભાઇ કોટક, કેયુરભાઇ અનડકટ ઉપેન્‍દ્રભાઇ કાથરાણી, અનિલભાઇ મીરાણી, વિનુભાઇ કાથરાણી, નૈમિષભાઇ પંડિત, સંજયભાઇ કે. ચંડીભમ્‍મર, હસુભાઇ પુજારા, રવિભાઇ કોટેચા, પટેલ સમાજ અગ્રણી પંકજભાઇ કાલરીયા, કંસારા સમાજ અગ્રણી જયેશભાઇ કંસારા, સતવારા સમાજના  અગ્રણી વાલજીભાઇ ડાભી ઉપસ્‍થિત રહેશે.

‘‘ અકિલા'' કાર્યાલય ખાતે ગીરીશભાઇ ઘેલાણી (લોહાણા મહાજન પ્રમુખ મોરબી) ચીરાગભાઇ રાચ્‍છ (જલારામ સેવા મંડળ મોરબી) પંકજભાઇ (પપ્‍પુભાઇ) ચંડીભમ્‍મર (લોહાણા યુવક મંડળ મોરબી) પારસભાઇ ચગ (જલારામ સેવા મંડળ મોરબી) ભાવીનભાઇ ઘેલાણી (પૂર્વ કોર્પોરેટર મોરબી) એ વિગતો વર્ણવી હતી.

દરરોજ અને ગુરુવારના પ્રસાદ માટે તથા નેત્રયજ્ઞ માટે અનેકનો સહયોગ

રાજકોટ તા. ર૭ :.. શ્રી જલારામધામના ગુરૂવારના પ્રસાદના સહયોગીઓ સોનલબેન તેજસભાઇ વસાણી, સ્‍વ. મંગલદાસ ખૂજરમલ ભારવાણી, સ્‍વ. સુરેશભાઇ ધીરજલાલ કોટેચા પરિવાર, સી. પી. પોપટ, પંકજભાઇ કિશોરભાઇ કાલરીયા, ગંગારામભાઇ દેવચંદભાઇ કકકડ, સ્‍વ. દ્વારકાદાસ પ્રભુદાસ સાદરાણી, સ્‍વ. છોટાલાલ  પરમાનંદદાસ કંસારા, સ્‍વ. ચંદુલાલ શામજીભાઇ કોટેચા, સ્‍વ. મનસુખલાલ મગનલાલ તન્ના પરિવાર, નટવરલાલ પોપટલાલ પોપટ (પોપટ પાન), સ્‍વ. જગદીશભાઇ વલ્લભભાઇ કકકડ પરિવાર, સહિત અનેકનો સહયોગ મળ્‍યો છે.

આ ઉપરાંત દરરોજના પ્રસાદના સહયોગીઓ પ્રવિણભાઇ ખંધેડીયા, સ્‍વ. નેણશીભાઇ માણેક, જીજ્ઞેશભાઇ પોપટ, રાજુભાઇ સોમૈયા, સાગરભાઇ જોબનપુત્રા પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો છે.

જયારે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્‍પમાં સ્‍વ. છબીલદાસ કરમશીભાઇ કોટેચા, સ્‍વ. મંગળાગૌરી ચુનીલાલ કાથરાણી, સ્‍વ.રમણીકલાલ અવિચળભાઇ પોપટ, નવીનભાઇ અમરશીભાઇ રાચ્‍છ સહિત અનેક પરિવારનો સહયોગ મળ્‍યો છે.

મોરબીમાં માનવ સેવા સંકુલની સેવાઓ

રાજકોટ, તા., ર૭: મોરબીમાં શ્રી રઘુવીર સેના સાર્વજનીક ટ્રસ્‍ટ-શ્રી જલારામધામ મોરબી દ્વારા દર ગુરૂવારે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

જયારે માનવ સેવા સંકુલની સેવાઓમાં એમ્‍બ્‍યુલન્‍સ સેવા, અંતીમયાત્રા બસ, શબવાહીની સેવા, સામુહીક અસ્‍થી વિસર્જન, બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્‍કાર, પદયાત્રી સેવા કેમ્‍પ, કુદરતી આફત સમયની સેવા, ધાર્મિક ઉત્‍સવોના ઉત્‍સવોની ઉજવણી, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ, ફ્રીઝ શબપેટી, મેડીકલ કેમ્‍પ વૈકુંઠરથ સેવા, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વિનામુલ્‍યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્‍પ યોજાય છે.

દોશી  અન્નપુર્ણા ભુવન માટે

અનેકનો સહયોગ પ્રાપ્ત

રાજકોટ, તા., ર૭ઃ માતુશ્રી શાંતાબેન ઍ.દોશી, ડો.કુસુમબેન ઍ.દોશી અન્નપુર્ણા ભુવનના સહયોગીઅો, સ્વ.ડો.કુસુમબેન અમૃતલાલ દોશી (હસ્તે. હિરેન્દ્રભાઇ અમૃતલાલ દોશી) સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા (જયદીપ ઍન્ડ કંપની વવાણીયા-મોરબી), ધીરજલાલ વાલજીભાઇ હિરાણી (વૈભવ ફટાકડા) મનુભાઇ ફેફર (મોટો ટાઇલ્સ), મનહરલાલ હરીલાલ રવાણી,  પરિવાર (હસ્તે-રીટાબેન રવાણી), મગનભાઇ કેશવજીભાઇ રૈયાણી પરિવાર (સનરે ટાઇલ્સ પ્રા.લી.) તથા પિલરના સહયોગીઅો, ઍસી તેમજ પંખાના સહયોગીઅો દ્વારા સહયોગ પ્રા થયો છે.

(11:18 AM IST)