News of Thursday, 27th February 2025
મનપાના કર્મચારીઓને આરોગ્ય સારવાર માટે વિવિધ સુવિધા આપો
મેડીકલ કેશલેશ, આયુષ્યમાન કાર્ડ આપવા સહિતના વિવિધ પ્રશ્નોનો મ્યુનિ. કમિશનરને રજૂઆત ઉકેલ લાવવા ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળની રજુઆત

રાજકોટ તા. ર૭: મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓને આરોગ્ય સારવાર માટે મેડીકલ કેશલેશ, આયુષ્યમાન કાર્ડ સહિતની સુવિધા આપવા વગેરે પ્રશ્નોનો તાકિદે ઉકેલ લાવવા ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ દ્વારા મ્યુનિ. કમિશનરે રજુઆત કરી હતી.
આ અંગે ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ દ્વારા આજે યુનિયનની બેઠકમાં આ મુજબના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગર પાલીકામાં ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓ જેઓ વર્ગ-૩માં પ્રમોટ થવા માટે ખાતાકિય પરિક્ષાના ફોર્મ ભરેલ છે તે પરિણામ વહેલાસર લેવા, રાજકોટ મહાનગરપાલીકાના કર્મચારીઓને બિમારી સબબ મેડીકલ કાર્ડ કેસલેસ કાર્ડ અથવા ૧૦ લાખ સુધી આયુષ્યમાન કાર્ડ સારવાર માટે ઇસ્યુ કરવા તથા રાજકોટ મહાનગરપાલીકામાં ફરજ બજાવતા કર્મચારીઓને રાજકોટ મહાનગર પાલીકા દ્વારા નિર્મીત પર્યટક સ્થળોએ વિના મુલ્યે પ્રવેશ આપવા બાબતનો સમાવેશ થાય છે. (૭.૩૬)
(4:07 PM IST)










