તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Monday, 3rd March 2025
રાજકોટના ઇએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કર દ્વારા કાનની સંભાળ અને બહેરાશ વિશે માર્ગદર્શન
૩ માર્ચ વિશ્વ શ્રવણ શકિત દિવસ વિશ્વની આશરે ૨૦ ટકા વસ્તીને ઓછું સાંભળવાની સમસ્યા, ૨૦૫૦ સુધીમાં બહેરાશની ૭૦૦ મિલિયન લોકો એટલે કે દર ૧૦ વ્યકિતએ એક વ્યકિત આ સમસ્યાથી પ્રભાવીત થઇ શકે છે

રાજકોટઃ ૩ માર્ચ વિશ્વ શ્રવણ શક્તિ દિવસ એટલે આપણી મહામૂલી શ્રવણ શક્તિ ની સંભાળ રાજકોટના જાણીતા ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કર જણાવે છે કે કઈ રીતે બહેરાશ અટકાવી શકાય તે માટે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ ૨૦૨૫ માટે આ થિમ રાખવા મા અવેલ છે Changing mindsets: Empower yourself. Make ear and hearing care a reality for all!, ૨૦૦૭ થી ૩ માર્ચ વિશ્વ શ્રવણ દિવસ તરીકે ઉજવાય છે. જેનો મુખ્ય હેતુ જન જાગળતિ અભિયાન અંતર્ગત કાન અને શ્રવણ શક્તિ ની સંભાળ અને કઈ રીતે બહેરાશ અટકાવી શકાય તે હોય છે. WHO ના અંદાજ પ્રમાણે ભારત મા ૬૩ મિલિયન લોકો બહેરાશની સમસ્યાથી પરેશાન છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમા ૧.૫ બિલિયન લોકો બહેરાશની સમસ્યા થી પીડાય છે. એટલે કે વિશ્વની આશરે ૨૦% વસ્તીને ઓછું સાંભળવાની સમસ્યા છે મિલિયન લોકો ૨૦૫૦ સુધીમાં બહેરાશની ૭૦૦ મિલિયન લોકો એટલે કે દર ૧૦ વ્યક્તિએ એક વ્યક્તિ આ સમસ્યાથી પ્રભાવિત થઈ શકે છે. દુનિયામાં બહેરાશનું મુખ્ય કારણ ધ્વનિ પ્રદૂષણ એટલે ઘોંઘાટ છે. આજના યુગમાં નાની ઉંમર પણ બહેરાશનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે જેનું કારણ મોબાઇલનો વધારે સમય માટે ઉપયોગ ખુબજ ઊંચા અવાજમાં મ્યુઝિક અને ગીતો સાંભળવા ટ્રાફિક અને ડી.જેનો અવાજ જેને noise induced hearing loss કેવાય છે.જે કોઈ પણ વ્યક્તિના કાનને ખુબજ નુકશાન કરે છે.અંતઃકણમા અવેલા હેર સેલ્સ એટલા નાજુક હોય છે કે તે એકવાર ડેમેજ થાય તો ફરી પાછા રીપેર થતા નથી અને કાયમી બહેરાશનું કારણ બની શકે છે.
ઉપરાંત કાનના રોગો જેવા કે કાનમાંથી આવતા રસીની અવગણના, નાની ઉંમરે થતી કાયમી શરદીની અવગણના અને નાના બાળકોમાં પણ કાનમાંથી આવતી રસી ,જન્મ વખતે કમળો, અધૂરા મહિને જન્મેલા બાળકો, સંભાળનો અભાવ કાયમી શરદી , ઓરી, અછબડા , વાયરસનો ચેપ, અધૂરા મહિને જન્મેલા બાળકો, જન્મ બાદ કમળો, આંચકી, માતાના ગર્ભમાં રહેલા બાળકને ઇન્ફેક્શન વી બહેરાશ માટે કારણભૂત હોય છે.
બહેરાશ ત્રણ પ્રકારની હોય છે conductive એટલે કાનની હાડકીની બહેરાશ sensory neural એટલે નસની બહેરાશ અને મિક્સ deafness એટલે બન્ને પ્રકારની બહેરાશ. મોટી ઉંમરે નસની બહેરાશ થતી હોય છે. કોઈ કોઈ દવાઓ પણ બહેરાશ નોત્રી શકે છે. કારખાનાઓમા મશીનોના વધુ પડતાં ઘોંઘાટ. ફટાકડાના અવાજ વિ. સમયસર નિદાનથી બહેરાશ અટકાવી શકાય છે. કેટલી બહેરાશ છે તે Degree of hearing loss Hearing loss range (dB HL) Normal –10 to 15 Slight 16 to 25 Mild 26 to 40 Moderate 41 to 55 Moderately severe 56 to 70 Severe 71 to 90 Profound 91+.
ઉપરોક્ત માહિતી ઓડિયો મેટ્રી વડે તપાસ કરતા માલુમ પડે છે. કાનમાં મશીન પહેરવાથી તેનો ઉકેલ શકય છે. નાના બાળકોમાં જન્મ જાત બહેરાશ માટે કોકલિયર ઇમ્પલાનન્ટ ઓપરેશનથી સારવાર શકય છે. કઈ રીતે બહેરાશ અટકાવી શકાય જેમકે બાળકોમા Screening test, સમયસર રસીકરણ, માતા અને નવજાત શિશુની સંભાળ, નિદાન બાદ ત્વરિત સારવાર, કાનની માવજત અને ચોખાઈ, મોટા અવાજથી બચવું, નવજાત શિશુની OAE તપાસ કરી ખૂબ જ વહેલું નિદાન કરી શકાય છે. જો કાનના પડદામા કાણા હોયતો ઓપરેશન કરી બહેરાશ નિવારી શકાય છે.
મોબાઇલ અને બીજા મ્યુઝિક device માં સાઉન્ડ settings માં એ warning આવે છે કે અવાજ કાન ને નુકશાન કરી શકે છે. 70 DB ડેસિબલ થી વધારે અવાજ લાંબો સમય સુધી સાંભળવાથી બહેરાશ આવી શકે છે. મોટેથી મ્યુઝિકના સાંભળવું જોઇએ . ઈયર પ્લગ અને ઈયર મફ પહેરવાથી મોટા અવાજથી બચી શકાય છે. જો બહેરાશના ચિન્હો લાગે તો ઇએનટી સર્જન પાસે ચેક અપ કારાવું જોઈએ અને ઔડીયોમેટ્રિ તપાસ કરવી જોઈએ.
તો આજના દિવસે ડો. હિમાંશુ ઠક્કર ઇએનટી સર્જન કે જેઓ ૨૩ વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓ ખાસ સંદેશ આપે છે કે કુદરતે આપેલી મહામૂલી શ્રવણશક્તિની સંભાળ રાખવી જોઈ એ અને જો બહેરાશ લાગેતો તેનું સમય સર નિદાન અને સારવાર કરાવવી જોઇએ.
હોસ્પિટલનું સરનામું ડો.ઠક્કરની દાત તથા કાન નાક ગળાની હોસ્પિટલ ૨૦૨ લાઈફલાઈન બિલ્ડિંગ વિદ્યાનગર રોડ રાજકોટ મો. ૯૧૦૬૧ ૧૯૦૩૮ અને ૦૨૮૧- ૨૪૮૩૪૩૪
(11:35 AM IST)










