News of Monday, 3rd March 2025
આગામી ૭થી ૧ર માર્ચ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ૩૮ થી ૪૧ની રેન્જમાં પહોંચશે
તૈયાર થઇ જાઓ હિટવેવના રાઉન્ડ માટે : અમુક વિસ્તારમાં ૪૧ ડીગ્રીને પણ વળોટી જશે : વેધર એનાલીસ્ટ ગૌરવ રાણીંગાની આગાહી

રાજકોટ, તા. ૩ : જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી ગૌરવ રાણીંગાએ ‘‘અકિલા'' ને જણાવેલ કે હવે તૈયાર થઈ જાઓ આ વર્ષના પહેલા હિટવેવના રાઉન્ડ માટે..
ફેબ્રુઆરી મહિના દરમ્યાન પણ ગુજરાતમાં મોટે ભાગે નોર્મલ કરતા ઊંચા તાપમાન નોંધાયા બાદ હવે ગુજરાતમાં આવી રહ્યો છે ઉનાળાનો પહેલો ઓફિશ્યલ હિટવેવ...પાછલા દિવસોમાં ઉતર પヘમિી ભારતમાંથી પસાર થયેલા મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને લીધે રાજસ્થાન પંજાબ હરિયાણામાં વરસાદ અને હિમાચલ કાશ્મીરમાં હિમવર્ષા થવાથી અને અત્યારે ગુજરાતમાં ઉતર દિશા તરફથી ફૂંકાઈ રહેલા પવનોને લઈને આગામી બે ત્રણ દિવસ ઉતર ગુજરાત કચ્છમાં ગુલાબી ઠંડીનો અનુભવ થશે.
ઉતર ગુજરાતમાં તા.૪-૫-૬ દરમ્યાન લઘુતમ તાપમાન ઘટીને ૧૨ થી ૧૪સી ની રેન્જમાં તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૧૪ થી ૧૮સી સુધી નોંધાશે.
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા થી દૂરના વિસ્તારોને બાદ કરતાં રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૦ થી ૩૪સી રેન્જ માં આવશે. જે નોર્મલ રેન્જ આસપાસ ગણી શકાય. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ૩૫-૩૭ઘ્ જેટલા ઊંચા તાપમાન નોંધાવાનું ચાલુ રહેશે. આ સમયગાળા બાદ ૬ માર્ચથી મહત્તમ અને ૭ માર્ચથી લઘુતમ તાપમાન ઉચકાવાના ચાલુ થશે. તા. ૭ થી ૧૨ માર્ચ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૮ થી ૪૧સી ની રેન્જમાં પહોંચી જાય તેવી સંભાવના છે અને અમુક સીમિત વિસ્તારોમાં ૪૧સી ઉપરના તાપમાન પણ નોંધાઈ શકે. જે વિસ્તારોમાં તાપમાન ૪૦સી ને પાર કરશે ત્યાં હીટવેવ કહી શકાય.(ભારતીય હવામાન વિભાગના ક્રાઇટેરિયા મુજબ દરિયાકાંઠા અને પર્વતીય સિવાયના વિસ્તાર માટે તાપમાન ૪૦સી ઉપર નોંધાય અને જે નોર્મલ કરતા ૪.૫સી કે તેથી વધુ હોય તો જે તે વિસ્તાર માટે હિટવેવ જાહેર કરવામાં આવે છે), મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વિશેષ રહેશે. ગરમીના આ રાઉન્ડ બાદ ૧૩-૧૪ માર્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉતર ભારતમાંથી પસાર થવાની સંભાવના જોતાં ૧૪-૧૫ તારીખ થી ગુજરાતમાં ગરમીમાં રાહત થાય તેવી શકયતા દેખાઈ રહી છે. (વેધર -બાય ગૌરવ રાણીંગા)
નોંધઃ તમામ માહિતી હાલના વેધરચાર્ટના એનાલીસીસને આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે. તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ધ્યાનમાં લેવી. (૯.૧૯)
(3:54 PM IST)










