<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

જિલ્લા પંચાયતની નવી કચેરી અંગેનો પ્રશ્‍ન ધારાસભામાં

 

રાજકોટ :  જિલ્લા પંચાયતની રેસકોર્ષ ચોક ખાતેથી વર્તમાન કચેરીને તોડી પાડી પાંચ માળની નવી કચેરી બનાવવાનું જાહેર થયું છે. તા. ૧૩ ડીસેમ્‍બરે મુખ્‍યમંત્રીના હસ્‍તે નવી કચેરીનું ખાતુમુર્હુત થયેલ. કચેરીનું બાંધકામ હજુ શરૂ થયું નથી. આ અંગેનો પ્રશ્‍ન ધારાસસભાના સત્રમાં આવ્‍યો છે.

ધારાસભ્‍ય ઉદય કાનગડે તા. ૩૧-૧ર-ર૦ર૪ ની સ્‍થિતિએ રાજકોટ જિલ્લા પંચાયતના નવીન મકાન બાંધકામ માટે કયારેય અને કેટલી રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે અને ઉકત કામગીરી કયા તબક્કે છે ? તેઓ પ્રશ્ન પૂછ્‍યાનું જાણવા મળેલ છે. સરકાર આગામી દિવસોમાં તેનો સતાવાર જવાબ આપે તેવી સંભાવના છે.

(4:16 PM IST)