<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જ્ઞાનપ્રકાશ સ્વામી વાણી વિલાસ બદલ માફી માંગે : સતીષભાઇ માણેક દ્વારા કાલે ઉપવાસ

રાજકોટ તા. ૪  : સુરત અમરોલીના સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા પૂ. જલારામબાપા વિષે બફાટ કરી ભાવિકોની લાગણી દુભાવવામાં આવતા તેમના વિરોધમાં રાજકોટના સતીષભાઇ મોહનભાઇ માણેક કાલે તેમના ટેકેદારો સાથે ઉપવાસ આંદોલન કરશે.

તેઓએ જણાવ્યુ છે કે વિરપુર પૂ. જલારામધામ અંદાજીત ૨૦૦ થી વધુ વર્ષથી ચાલે છે. અહીં આવતા ભાવિકો પાસેથી એકપણ પૈસો લીધા વગર અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. ત્યારે જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ વાણી વિલાસથી ભાવિકોની લાગણી દુભાઇ છે.

જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માંગે તેવી માંગણી સાથે રઘુવંશી સતીષભાઇ મોહનભાઇ માણેક (મો.૯૭૩૭૪ ૦૪૬૦૪) તેમના ટેકેદારો સાથે કાલે તા. ૫ ના સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ સુધી વાણીયાવાડી-૩, કપીલા હનુમાન મંદીર પાસે, શેઠ હાઇસ્કુલ સામે, ૮૦ ફુટ રોડ, ગાર્ડન પાસે એક દિવસનું ઉપવાસ આંદોલન ચલાવશે. તેમ એક યાદીમાં તેઓએ જણાવ્યુ છે.

(2:38 PM IST)