<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

૧પ વર્ષની સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ

આરોપીએ ધાક-ધમકી આપી સગીરા ઉપર વારંવાર બળજબરી કર્યાનો ગંભીર ગુનો છેઃ સગીરાએ બનાવને સમર્થન આપેલ હોય આરોપીનો કેસ સાબિત થાય છેઃ પોકસો કોર્ટે આપેલ ચુકાદો

રાજકોટ તા. ૪ : અત્રે ૧૫ વર્ષની સગીરા ઉપર બળાત્કાર ના કેસમાં રાજકોટ ના આરોપીને આજીવન કેદની સજા  સ્પેશિયલ પોકસો કોર્ટે ફટકારી હતી.

    રાજકોટ ખાતે દૂધની ડેરી વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની બાળકી ઉપર આરોપી વિજય ઘુસાભાઇ ડાંગર  વર્ષ ૨૦૨૧ માં ૧૫ વર્ષની બાળકીના ઘરે જઈ તેની સાથે બળજબરીથી બળાત્કાર કરેલ હોય જે કેસમાં આરોપીનો ગુનો દાખલ થયેલ હતો.

    આ કેસની હકીકત એવા પ્રકારની છે કે રાજકોટ આરોપીના જ ઘર પાસે રહેતી ૧૫ વર્ષની બાળકી એ તેની માતાને ફોન કરી ઘરે આવવા જણાવેલ કે તેના લતા માં રહેતો વિજય ઘુસાભાઈ ડાંગર મને હેરાન કરે છે જેથી તમે ઝડપથી ઘરે આવી જાવ જેથી તેના માતા ઘરે આવેલ હોય જેથી તે ૧૫ વર્ષની બાળકીએ કહેલ કે આજથી આશરે છ એક મહિના પહેલા તમે કોઈ ઘરે ન હતા ત્યારે આપણા લતામાં રહેતો વિજય ડાંગર મને એક ચિઠ્ઠી આપેલ અને ફોન કરવાનું કહેલ અને જો ફોન ન કરું તો મને બદનામ કરી નાખશે તેવી ધમકી આપેલ અને ત્યારબાદ એક દિવસ બપોરે અચાનક આ વિજય ડાંગર આપણા ઘરે આવેલ અને મને પકડી ઘરના ઉપરના રૃમમાં લઈ ગયેલ અને મારી સાથે બળજબરીથી બળાત્કાર કરેલ હતો અને જો આ વાત હું કોઈને કરીશ તો મને તથા મારા પરિવારને બદનામ કરીને મારી નાખશે તેવી ધમકી આપેલ હતી અને ત્યારબાદ ફરીથી ઘરે કોઈ ન હોય ત્યારે આ વિજય ડાંગર વારંવાર ઘરે આવતો અને મારી સાથે બળજબરીથી બળાત્કાર કરતો તેમ વાત કરેલ અને આજે પણ આ વિજય ડાંગર આપણા ઘર પાસે આવેલ હોય જેથી મને ડર લાગતા મેં તમને ફોન કરી બોલાવેલ છે

   આ મતલબની ફરિયાદ થોરળા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ જે ફરિયાદના આધારે આરોપી વિજય ડાંગરની અટક કરી અને તેના વિરુદ્ધ પુરતા પુરાવા હોય જેથી તેના વિરુધ ચાર્જસીટ કરેલ છે જે કેશ ચાલવા પર આવતા તેમાં મૂળ ફરિયાદી એ તેમના રાજકોટના વકીલ કલ્પેશ એલ.સાકરિયા ને કેસ ચલાવવા રોકેલ હોય તેમજ સરકાર તરફે શ્રી અતુલ.એચ.જોશી, તથા આબીદ એ.શોશન રોકાયેલ હતાં.

આ કેશ ચાલુ થતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે ફરિયાદી એ જે ફરિયાદ આપેલ તે મોડી આપેલ છે અને મોડી ફરિયાદ કેવા કારણો થી મોડી આપેલ તેનું કારણ તેની ફરિયાદ માં જણાવેલ નથી તથા જે ૧૫વર્ષ ની બાળકી નો જન્મ નો દાખલો પણ ખોટો છે તથા ફરિયાદી એ ખોટી હકીકત વાળી ફરિયાદ કરેલ છે. જેવા મતલબ નો આરોપી તરફે અલગ-અલગ બચાવ કરેલ હતો.

જયારે સરકાર તરફે એવી રજૂઆત કરેલ કે મોડી ફરિયાદ કરવાથી ખોટી ફરિયાદ છે તેમ માની ન સકાય આરોપી એ જયારે ૧૫વર્ષ ની બાળકી ને બદનામ કરી પરિવાર ને જાનથી મારવા ની ધમકી આપેલ હોય તેવા કારણે થી મોડી ફરિયાદ કરેલ તેમજ જન્મ નો દાખલો રાજકોટ જન્મ નોધણી વિભાગ માં નોધાયેલ હોય જેની નોધ પણ થયેલ હોય તેમજ સત્ય હકીતત ના આધારે ૧૫વર્ષ ની સગીરા પણ કોર્ટ માં બનાવ ને સમર્થન આપતા હોય ત્યારે આરોપી પોતેજ ગુન્હો કરેલ છે તે સાબિત થયેલ હોય.જે મતલબ ની રજૂઆત કરેલ હતી.

બને પક્ષની દલીલો ધ્યાને લઈ ને સ્પે.પોકસો કોર્ટે આરોપી વિજય ઘુસાભાઈ ડાંગર. ને ગુન્હેગાર માની આજીવન કેદની સજા તથા ૫૦,૦૦૦ નો દંડ ભરવા નો હુકમ કરેલ છે.

આ કેશમાં મૂળફરિયાદી વતી રાજકોટ ના યુવા વકીલ કલ્પેશ એલ.સાકરિયા. તથા સરકાર તરફે શ્રી અતુલ.એચ.જોશી, તથા આબીદ એ.શોશન રોકાયેલ હતા.

 

(2:53 PM IST)