News of Saturday, 8th March 2025
શિવાજીનગરમાં બીજા માળેથી પડી જવાથી વિજયભાઇ બારૈયાનું મોત
પાંત્રીસ વર્ષનો યુવાન પરિવારનો આધાર હતોઃ પગ લપસતાં બનાવ

રાજકોટ તા. ૮: દૂધ સાગર રોડ પર શીવાજીનગરમાં રહેતાં યુવાનનું બીજા માળેથી પડી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે.
બનાવની જાણવા મળેલી વિગતો મુજબ શિવાજીનગરમાં રહેતો વિજયભાઇ બાબુભાઇ બારૈયા (ઉ.વ.૩૫) નામનો યુવાન સાંજે ઘરે બીજા માળે હતો ત્યારે એકાએક નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર વિજયભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતો અને કુંવારો હતો. તે છુટક બફ કામ કરતો હતો. પગ લપસતાં અકસ્માતે તે પડી ગયાનું સગાએ જણાવ્યું હતું. બનાવને પગલે પરિવારમારં અરેરાટી વ્યાપી ગઇ હતી. (૧૪.૫)
(3:34 PM IST)










