News of Monday, 10th March 2025
ચૈત્રી નવરાત્રીમાં શ્રી ગેલ મોગલ શકિતપીઠ મંદિર તથા અપંગ ગૌ માતાની ગૌશાળાનું ભૂમિ પૂજન

રાજકોટઃ જય શ્રી ગોપાલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ૩૦ માર્ચ રવિવારે સમસ્ત મહીકા ગામ સત્ય સનાતન હિન્દુ સંગઠનના સહયોગથી શ્રી ગેલ મોગલ શકિતપીઠ મંદીર આશ્રમ તથા અપંગ ગૌ માતાની નવનીર્મીત ગૌશાળાના ભૂમીપુજનનું રૂડુ આયોજન કરવામાં આવેલ હોવાનું સ્ટુડીયો શીવના ભાવિન ખખ્ખર જણાવે છે. મોરબી પાસે વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક ગારીડાથી ત્રણ કિલોમીટર કડાયા કારખાનાની સામે નિર્માણ પામતા મંદિર અને ગૌશાળાની ભુમીપુજનના ધર્મ કાર્યમાં દેશ વિદેશમાં વસતા માઇ ભકતોની આસ્થાનું સ્થાન ‘‘મા મોગલ ધામ કબરાવ કચ્છ''ના પરમ પુજય સંત ચારણ રૂષી મણીધર બાપુશ્રી તથા નાના બાપુશ્રી વિશેષ હાજરી આપી આશીર્વાદ પાઠવશે તેમ યાદીમાં જણાવાયું છે. આ મંદીર નિર્માણનો મુખ્ય હેતુ અપંગ ગૌ માતાની સેવા અને માતાપિતા વિહોણા બાળકો માટે અન્નક્ષેત્ર તથા ઉછેર માટે કરવામાં આવેલ હોવાનું જણાવાય છે. આ મંદીરમાં આઇશ્રી આશાપુરા માતાજીના મઢુલી પણ બનાવવામાં આવશે. ભુમીપુજન બાદ ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. દરેક માઇ ભકતો તથા ગૌ ભકતોને જાહેર આમંત્રણ પાઠવાયું છે. ગૌ પ્રેમી લોકસાહીત્યકાર શ્રી કૌશીકભાઇ મહેતા (ભુદેવ) અને જય શ્રી ગોપાલ ટ્રસ્ટના પ્રમુખ વિજયબાપુ (૯૯૯૮૪ ૩૯૧૩૮) ઉપપ્રમુખ રાજુભાઇ પ્રજાપતી (૭૭૭૮૮૦૩ર૧પ), સહમંત્રી ભાવિનભાઇ ખખ્ખર (૯૮રપર ૯૯૮૯૯) અકિલાને આમંત્રણ પાઠવી રહેલા વિજયબાપુ, રાજુભાઇ, ભાવીનભાઇ નજરે પડે છે.
(1:42 PM IST)










