<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

યુનાઇટેડ કેર હોસ્‍પિટલમાં ‘કર્મયોગ ફાર્મસી' મેડીકલ સ્‍ટોરનો બુધવારથી મંગલ પ્રારંભ

કલેકટરના હસ્‍તે લોકાર્પણ : દર્દીઓને ૧૦ થી ૭૦ % સુધી ડીસ્‍કાઉન્‍ટ સેવા

રાજકોટ તા. ૧૦ : કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્‍પિટલ રૈયારોડ, રાજકોટ ખાતે ‘કર્મયોગ ફાર્મસી' વિભાગ શરૂ થવા જઇ રહ્યો છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવણા હોસ્‍પિટલના ટ્રસ્‍ટીઓએ જણાવ્‍યુ હતુ કે આ હોસ્‍પિટલ છેલ્લા ત્રણેક વર્ષથી સેવાભાવી દરે ઉચ્‍ચતમ આરોગ્‍ય સેવા પ્રદાન કરી રહી છે. જેમાં હવે મેડીકલ સ્‍ટોરનો ઉમેરો થવા જઇ રહ્યો છે.

આ કર્મયોગ ફાર્મસી (મેડીકલ સ્‍ટોર) વિભાગનો ઉદ્દઘાટન સમારોહ તા. ૧૨ ના બુધવારે યુનાઇટેડ કેર હોસ્‍પિટલ, પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમથી આગળ, તુલસી સુપર માર્કેટની પહેલા, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજેલ છે. કલેકટરશ્રી પ્રભવ જોશીના હસ્‍તે તા. ૧૨ ના બુધવારે સાંજે ૫.૩૦ વાગ્‍યે આ નવી સેવાઓનું લોકાર્પણ કરાશે.

૧૦૦ બેડની માળખાકીય સુવિધા ધરાવતી આ હોસ્‍પિટલમાં આઇ.સી.યુ., ડાયાલીસીસ, ફીઝીયોથેરાપી સહીતના વિભાગો કાર્યરત છે. જેમાં હવે કર્મયોગ ફાર્મસી (મેડીકલ સ્‍ટોરનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જયાં ૧૦% થી ૭૦% સુધી ડીસ્‍કાઉન્‍ટ સાથે દવાઓ ઉપલબ્‍ધ થશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હોસ્‍પિટલના મેનેજીંગ ડાયરેકટર ડો. જીજ્ઞેશ મેવા, ટ્રસ્‍ટીગણના કમલેશભાઇ વિરડીયા, હરસુખભાઇ વિરડીયા, ભરતભાઇ સોરઠીયા, મહેશભાઇ ગુંદણીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:57 PM IST)