<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે ટીમ પ્રમુખ વોર્ડવાઇઝ પ્રવાસ કરશેઃ માધવ દવે

જબ હોસલા બના લિયા ઉંચી ઉડાન કા, ફીર દેખના ફિજુલ હૈ કદ આસમાન કા.. : હોળાષ્‍ટક પછી શહેર ભાજપના માળખાની રચનાઃ સંગઠન વધુ મજબુત બનાવી વધુ લોકસેવાનું લક્ષ્યઃ નવા પ્રમુખ અકિલાની મુલાકાતે : શહેર ભાજપના મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા અને અશ્‍વિન મોલીયાએ નવા પ્રમુખની નિમણુંકને આવકારી

માધવ મધુવનમાં નહિ અકિલામાં : રાજકોટ શહેર ભાજપના નવા પ્રમુખ શ્રી માધવ દવેએ આજે સવારે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ  મેળવેલ અને પ્રમુખ તરીકેની ભાવિ કામગીરી  અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે પુર્વ પ્રમુખ મુકેશ દોશી, ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, મહામંત્રીઓ અશ્વિન મોલીયા અને વિરેન્‍દ્રસિંહ ઝાલા, અકિલા પરિવારના ડો. અનિલ દશાણી, સુનિલ મકવાણા અને અમિત જોષી ઉપસ્‍થિત હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪.૩૨)

રાજકોટઃ તા. ૧૦: સોૈરાષ્‍ટ્રના સોૈથી મોટા રાજકોટ મહાનગરના ભાજપના પ્રમુખ તરીકે હોશીલા-જોશીલા જનસેવક ડો. માધવ દવેની વરણી થતા વ્‍યાપક આવકાર મળી રહયો છે. તેમણે આજે અરજદારો સાથે અકિલા કાર્યાલયથી શુભેચ્‍છા મુલાકાત લઇને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ  ગણાત્રા સાથે ભાવિ  કામગીરી અંગ ચર્ચા કરેલ શહેર ભાજપનું નવુ માળખુ હોળાષ્‍ટક પછી બનાવવાનું અને મ્‍યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી સંદર્ભે ટીમ સાથે વોર્ડવાઇઝ કાર્યકરોને મળશું તેવું જાણાવી ઉમેરેલ છે શહેર ભાજપનું સંગઠન મજબૂત છે. તમે વધુ મજબૂત બનાવીને કોર્પોરેશનની ચૂંટણી જીતશુ અને લોકોની વધુ સેવા કરશું

૨૯ દાવેદારો  અને તમે દાવેદાર નહી છતા પ્રમુખ તરીકે તમારી પસંદગીનું કારણ શું? તેવા સવાલના જવાબમાં પ્રમુખ ડો. માધવ દવેએ જણાવેલ કે હું વર્ષોથી ભાજપમાં સક્રીય છું મુકેશભાઇ દોશીની ટીમમાં મહામંત્રી રહયો છું પાર્ટી એકથી વધુ દૃષ્‍ટિકોણથી વિચારે છે. ભાજપમાં પાર્ટી જે જવાબદારી સોપે છે તે સંભાળવા દરેક કાર્યકર સક્ષમ હોય છે. પદ એ વ્‍યવસ્‍થાનો ભાગ છે. પાર્ટીએ મારી પસંદગી કરી તેને સાર્થક કરવા સદાય પ્રયત્‍નશીલ રહીશ પ્રમુખ તરીકે મને પાર્ટીના વડીલોએ આશીર્વાદ આપ્‍યા છે. અને તમામ શ્રેણીના કાર્યકરોએ અંતરના ઉમળકાથી આવકાર આપ્‍યો છે.  

શહેર પ્રમુખે જણાવેલ કે હોળાષ્‍ટક પછી પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ શહેરની નવી ટીમ બનાવવામાં આવશે. સૌને સાથે લઇને ચાલશું. હવે પછી કોર્પોરેશનની ચુંટણીમાં તમામ ૭ર બેઠકો જીતવાનો સંકલ્‍પ છે.

રાજકોટ ભાજપનો ગઢ છે તે વધુ એક વખત સાબીત છે. રાજકોટના મતદારોએ હંમેશા ભાજપ પર સ્‍નેહ વરસાવ્‍યો છે. પાર્ટી તરફથી આગામી દિવસોમાં જે કાર્યક્રમો અપાશે તેને સફળતાપુર્વક યોજવામાં આવશે.

મહામંત્રીઓ વિરેન્‍દ્રસિંહ ઝાલા અને અશ્વિન મોલીયાએ પણ નવા પ્રમુખને આવકાર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મુળ અમરેલીના વતની માધવ દવેને અમરેલીથી ઉચ્‍ચ અભ્‍યાસાર્થે રાજકોટ આવવાનું થતા ત્‍યાં સક્રિયતા રાખી અને વિવિધ જવાબદારીઓ સંભાળી છે જેમાં પ્રદેશ કન્‍વીનર માનવ અધિકાર સેલ ગુજરાત પ્રદેશ ભાજપ, રાજકોટ શહેર ભાજપ વોર્ડ નં. ૧૦ના મંડલ પ્રભારી, રાજકોટ શહેર ભાજપ બૌધ્‍ધિક પ્રકોષ્‍ઠ સેલ- સહકન્‍વીનર, રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ-કારોબારી સદસ્‍ય, રાજકોટ જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ, જીલ્લા યુવા ભાજપ સરકારી અમલીકરણ સેલના કન્‍વીનર વગેરે સહિત ભાજપની વિવિધ જવાબદારીઓ ૧૯૯૭ થી એટલે કે ૩૦ વર્ષથી નિભાવેલ છે.

હાલ રાજકોટ નાગરીક સહકારી બેંકમાં ડીરેકટર છે. સંઘની વિચારધારા મુજબ સંપુર્ણ પરિવાર રાષ્‍ટ્રવાદના રંગે રંગાયેલું છે. (૪.૩૧)

કોર્પોરેશનમાં ન વાદ, ન વિવાદ, કોર્પોરેટરો સાથે કરશું સંવાદ

કોર્પોરેશનમાં રાજકીય-સુલેહ-સંપ સ્‍થાપવાનો પ્રમુખનો સંકેત

રાજકોટ તા. ૧૦: શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ ડો. માધવ દવે આજે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત વેળાએ એક સવાલના જવાબમાં તેઓએ જણાવ્‍યું હતું કે, કોર્પોરેશનમાંમેયર સહિતના પદાધિકારીઓ, કોર્પોરેટરો શહેરના વિકાસ અને પ્રજાના પ્રશ્‍નો માટે સતત કાર્યશીલ છે. કોર્પોરેટર સાથે સંવાદ અને સંકલન કરી કોર્પોરેશનમાં રાજકીય, સુલેહ, સંપ સ્‍થાપવાનો સંકેત આપ્‍યો હતો. (૭.ર૯)

(3:22 PM IST)