<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

સંભવિત રોગને રોકવા લોહીના ૩૦૦ નમૂના લેવાયા

બેડી પાસે મચ્‍છરોનો ઉપદ્રવઃ રાજકોટ પંચાયતની ટીમ દ્વારા દવા છંટકાવ

રાજકોટ, તા.૧૦: જિલ્લાના બેડી ગામ પાસે આવેલી નદીમાં મચ્‍છરોનો ઉપદ્રવ ખુબ વધારે હોય તેથી સ્‍થાનિક લોકોના આરોગ્‍ય માટે જોખમ ઊભું ન થાય તે માટે મચ્‍છરના ઉપદ્રવ અટકાવવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-૩  સદસ્‍ય સુમિતાબેન રાજેશભાઈ ચાવડા અને રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઈ ડાભી અને બેડી ગામના સરપંચ પ્રતાપભાઈ રિબડિયા તથા બેડી ગામના ઉપ સરપંચ મુન્નાભાઈ શિયાળ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના માન. જિલ્લા વિકાસ અધીકારી ડો. અનંદુ સુરેશ ગોવિંદ તેમજ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.આર.આર. ફુલમાલીના માર્ગદર્શન અને જિલ્લા મેલેરિયા અધિકારી ગૌરાંગ ઉપાધ્‍યાય ને સાથે રાખી જેમાં મચ્‍છરના ઉપદ્રવ અટકાવવા માટે આ કામગીરીમાં આરોગ્‍ય વિભાગની ૧૦ ટીમો સંકળાઈ છે, જે નદી અને આસપાસના વિસ્‍તારોમાં મચ્‍છર જન્‍ય રોગો અટકાવવા માટે નીચે મુજબની કામગીરી કરવામાં આવી રહી છે. ફાઇર ફાઇટર દ્વારા ડાય્‍ફ્‌લુબેંઝ્‍યુરોન ૨૫% દવા છંટકાવ કામગીરી કરવામાં આવી રહી છે. નદી અને આસપાસના વિસ્‍તારોમાં જળાશયોનું નિરીક્ષણ અને સફાઈની તપાસ, મચ્‍છર લાર્વા નિયંત્રણ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ. સ્‍થાનિક નાગરિકોને મચ્‍છર ઉપદ્રવથી બચવા માટે જાગળતિ ફેલાવવી, વગેરે કામગીરી કરાયેલ છે. મચ્‍છરદાનીનો ઉપયોગ અને પાણીના સંગ્રહ સ્‍થાનોની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવી.     

 ગામમાથી કુલ-૩૦૦ લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવેલ છે જેની તપાસ દ્વારા ભવિષ્‍યમાં પણ કોઈ વ્‍યક્‍તિ હાથીપગા ન બને તેની કાળજી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

(4:13 PM IST)