News of Monday, 10th March 2025
આઇ એમ ધ બેસ્ટઃ કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ દ્વારા ૧૦૧ શિક્ષિકાઓનું વિશિષ્ઠ સન્માન થયું
આખુ ઘર જેનું ઋણી છે તે ‘‘ગૃહિણી'': જીવનમાં અનેક સ્વરૂપે સતત કાર્યરત રહે છે

રાજકોટઃ નારી એ ઈશ્વરની ઉત્કળષ્ટ કલાકળતિ છે અને તેમાં પણ જો એસ્ત્રી શિક્ષિત અને ઉત્તમ શિક્ષિકા હોય તો તે સમાજને સબળ નેતળત્વ પૂરું પાડે છે. શ્રી કાન્તાસ્ત્રી વિકાસ ગળહ ટ્રસ્ટ દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવી રહ્યું છે અને તેમાં પણ આ વર્ષે ‘આઇ એમ ધ બેસ્ટ' થીમ હેઠળ એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરેલ છે.સ્ત્રીને જ્યારે આ ‘‘ખિતાબ'' મળે ત્યારે તે પોતાની અલગ ઓળખથી જેમ કે તે માતા બની બાળકને જન્મ આપનારી, બહેન બની ભાઈની સંભાળ રાખનાર, દીકરી થઈ પિતાને આર્થિક રીતે મદદ કરનાર, પત્ની બની પતીનો સહારો બનનાર અનેસ્ત્રી જ્યારે એક શિક્ષિકા બની આઇ એમ ધ બેસ્ટનો ખિતાબ મેળવે છે ત્યારે તેનું વ્યક્તિત્વ નીખરે છે અને આ બધા સંબંધોને ખૂબ જ સારી રીતે નિભાવી શકે છે.
‘‘ગળહિણી'' સાવ સરળ લાગતા શબ્દનો અર્થ છે આખું ગળહ (ઘર) જેનું રૂણી છે. આસ્ત્રી માટે જે સંસ્થાના નામમાં જસ્ત્રી શક્તિને સન્માનિત કરાય છે તેવી સંસ્થા શ્રી કાન્તાસ્ત્રી વિકાસ ગળહ આજે સંસ્થાની તમામ એટલે કે આશરે એકસોથી વધુ શિક્ષિકાઓને જેવો દેશના ભાવિનું ઘડતર કરે છે. તેને સન્માનિત કરી રહી છે. આ કાર્યક્રમની શરૂઆતમાં નારી શક્તિના સંગઠનને ઉજાગર કરી અને શિક્ષકોને ગુલાબદાની અત્તર અને ચંદનના ચાંદલાથી પરંપરાગત રીતે સ્વાગત થયું.સંસ્થાના મેનેજમેન્ટ અને સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો, તેમ સંસ્થાની યાદી જણાવે છે.
(3:52 PM IST)










