News of Monday, 10th March 2025
સાયબર ફ્રોડ સામે સાવધાની રાખીઃ અન્યોને જાગળત કરાશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું અનેરૂં આયોજન રાજકોટ જીલ્લાનાં ત્રણ તાલુકાના માતૃવંદના કાર્યક્રમ અનુકરણીય બન્યો

રાજકોટ, તા.૧૦: રાજકોટ જિલ્લાના લોધીકા, રાજકોટ અને પડધરી તાલુકાનાં સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લા દ્વારા માતળ શકિત વંદના કાર્યક્રમ લાભુબેન કારાવદરાનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. અધ્યક્ષ સ્થાનેથી સમાજમાં માતળશકિતની ભૂમિકા, સંગઠન કાર્યોનું મહત્ત્વની સમજ તેવો દ્વારા અપાયેલ. મુખ્ય વક્તા ધરાબેન ઠાકર વ્યાસજીએ માતા અહલ્યાબાઈ હોલકરજીના જીવનનું ખૂબ હદયસ્પશી ઉદારહણ પૂરું પાડેલ. મહિલાઓનાં વિવિધ પ્રશ્નો સાથે આજના યુગમાં ખૂબ મહત્વના સાયબર ફ્રોડ સામે સાવધાની રાખવા મહત્ત્વની ટીપ આપવામાં આવેલ.
રાજકોટ જિલ્લા અધ્યક્ષશ્રી મુકેશભાઇ ડાંગરના માર્ગદર્શન હેઠળ આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષશ્રી અલ્પાબેન વાછાણી, અને મહિલા મંત્રીશ્રી હેતલબેન ઉપાધ્યાય તથા તમામ ત્રણેય તાલુકાના અધ્યક્ષશ્રી, મંત્રીશ્રી તાલુકામાં કાર્યરત માતૃશકિત બહેનો અને સંપુર્ણ કારોબારી ટીમોએ ખુબ જ જહેમત ઉઠાવી.
(3:54 PM IST)










