News of Monday, 10th March 2025
આમ્રપાલી ફાટક નજીક ટ્રેન નીચે કપાઇ જતા અજાણ્યા યુવાનનું મોત
ગાંધીગ્રામ પોલીસે યુવાનના વાલી વારસની શોધખોળ હાથ ધરી

રાજકોટ, તા. ૧૦: રૈયા રોડ આમ્રપાલી ફાટક નજીક ટ્રેન હેઠળ કપાઇ જતા અજાણ્યા યુવાનનું મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ રૈયા રોડ પર આપ્રપાલી ફાટક નજીક ગઇકાલે આશરે ૩૦ વર્ષનો અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાઇ જતા તેનું મોત નિપજયુ હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. ટી.ડી. જાડેજા સહિતે સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી હતી. યુવાને ગ્રીન કલરનું ટીશર્ટ અને કાળા કલરનો ચડ્ડો પહેરેલ છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોઇ તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧-૨૫૮૮૦૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(4:14 PM IST)










