News of Monday, 10th March 2025
કાલે જિલ્લા પંચાયતની કારોબારી બેઠકઃ સભ્યોને ૩૦-૩૦ લાખ ગ્રાન્ટ
ચૂંટણી વર્ષ હોવાથી વિકાસ માટે વરસતી ચૂંટાયેલી પાંખ

રાજકોટ, તા. ૧૦: જિલ્લા પંચાયતની કારોબારી બેઠક કાલે મંગળવારે સાવરે ૧૧:૩૦ વાગ્યે અધ્યક્ષ પી.જી. કયાડાની અધ્યક્ષતામાં મળશે. જેમાં નવા નાણાકીય વર્ષનું બજેટ કેન્દ્ર સ્થાને રહેશે. સભ્યોની ગ્રાન્ટમાં તોતીંગ વધારો કરવામાં આવશે.વિતેલા વર્ષમાં સભ્યદિઠ સ્વભંડોળમાંથી રૂા. રર-રર લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. નવા નાણાકીય વર્ષમાં તેમાં વધારો કરીને સભ્ય દિઠ રૂા. ત્રીસ લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવાનું નકકી થયુ છે. કારોબારીમાં બજેટ મંજુર થયા પછી સામાન્ય સભામાં રજુ કરવામાં આવશે. સામાન્ય સભા તા. ર૪ મી એ મળશે.
(4:39 PM IST)










