<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

ઇમ્‍પેકટમાં ફાયર એનઓસીનો માર્ગ મોકળોઃ હવે ટીપી વિભાગ પ્રાથમીક મંજુરી આપશે

પહેલા ફાયર કે ટીપીમા પ્‍લાન મુકવો તે મુદ્દે ઉભી થયેલ ગુંચવણનો ઉકેલ લાવવા મ્‍યુ.કમિશનરે જાહેર કર્યો પરિપત્ર

રાજકોટ, તા.,૧૦ : રાજય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો નીયમ અનુસાર નીયમીત કરવા માટે ઇમ્‍પેકટ ફી યોજના અમલમાં મુકી છે. જેમાં નક્કી કરેલા નીયમો હેઠળ કોર્મશિયલ અને રહેણાંકના બાંધકામો રેગ્‍યુલરાઇઝ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઇમ્‍પેકટ પ્‍લાનમાં અગાઉ ટાઉન પ્‍લાનીંગ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા ફેકાફેકી થતી હતી અરજદારો દ્વારા ફાયરમા પ્‍લાન રજુ કરાઇ ત્‍યારે તેઓને ટીપીમાં મંજુરી મેળવવાનુ કહેવામાં આવતુ અને ટીપી વિભાગ દ્વારા પ્રથમ ફાયરમાંથી મંજુરી લઇ આવો તેઓ આગ્રહ રખાતા ઘણા સમયથી કોકડુ ગુચવાયુ હતુ જેનો કમિશનર તુષાર સુમેરાએ રસ્‍તો કાઢી પરિપત્ર જાહેર કર્યો છે.

સરકાર દ્વારા ઇમ્‍પેકટ ફીની અમલવારી સરળતાથી થઇ શકે તે માટે વખતોવખત મુદતમાં વધારો કર્યો છે. પરંતુ ઓફલાઇન અરજીઓ શરૂ થયા બાદ અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. કારણ કે ઇમ્‍પેકટ ફી હેઠળ પ્‍લાન પ્રથમ ફાયર વિભાગને આપી મંજુરી મેળવાનો નિયમ અમલમાં છે. પરંતુ ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર વિભાગે હાથ ઉંચા કરી દેતા અરજદારો ટીપી વિભાગ પાસે દોડ્‍યા હતા જયા તેમને ફાયરની મંજુરી મેળવાનુ કહેવામાં આવતા કોકડુ ઘણા સમયથી ગુચવાયુ હતુ અને અરજદારો દ્વારા આ મુદે અનેક ફરિયાદો થતા અંતે મ્‍યુ.કમિશનર તુષાર સુમેરાએ બંન્ને વિભાગની જવાબદારીઓ ફિકસ કરી પરીપત્ર જાહેર કર્યો છે.

મ્‍યુ.કમિશનરે જારી કરેલ પરીપત્રમાં જણાવ્‍યા મુજબ  રાજકોટ મહાનગરપાલિકામાં ગૂડા ૨૦૨૨, હેઠળ જેમાં ફાયર એન.સૌ.સી. આવશ્‍યક હોય બિનરહેણાંક બાંધકામો નિયમબદ્ધ કરવા માટે આવતી અરજીઓની મંજુરી માટે નીચે દર્શાવ્‍યા મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની રહેશે. ગુડા, ૨૦૨૨ હેઠળ બિનરહેણાંક બાંધકામ નિયમબદ્ધ થવા અરજદાર પોતાના પ્‍લાન રજુ કરે ત્‍યારે ટી.પી./ટી.ડી.ઓ. શાખા દ્વારા સૌપ્રથમ રજુ થયેલ પ્‍લાન ગુડા, ૨૦૨૨ હેઠળ મંજુરીને પાત્ર છે કે કેમ તે અંગેની ચકાસણી કરશે. ટી.પી./ટી.ડી.ઓ. શાખા દ્વારા ચકાસણી થયા બાદ જે રજુ થયેલ પ્‍લાન ગુડા, ૨૦૨૨ હેઠળ મંજુરીને પાત્ર હોય તો તે પ્‍લાનની એક પ્રિન્‍ટમાં  નોંધ સાથે તે પ્‍લાન ફાયર એન.ઓ.સી. મેળવવા માટે ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીઝ વિભાગમાં મોકલી આપશે. ટી.પી./ટી.ડી.ઓ. શાખા દ્વારા  નોંધ સાથે મળેલ પ્‍લાનને કાયર એન.ઓ.સી. આપી શકાય કે કેમ તે બાબતની ચકાસણી કરી, જે ફાયર એન.ઓ.સી. આપી શકાય તેમ હોય તો ચીફ ફાયર ઓફિસર દ્વારા પ્‍લાનની નકલ પર સહી કરી, પ્રમાણિત કરવામાં આવશે અને રજુ થયેલ પ્રકરણ ફાયર એન.ઓ.સી. સાથે ટી.પી./ટી.ડી.ઓ. શાખા તરફ મોકલી આપશે. ટી.પી./ટી.ડી.ઓ. શાખાને ચીફ ફાયર ઓફિસર તરફથી પ્‍લાનની પ્રમાણિત નકલ અને ફાયર એન.ઓ.સી. મળ્‍યેથી રજુ થયેલ પ્રકરણ પરત્‍વે ગૃડા, ૨૦૨૨ હેઠળ સક્ષમ કક્ષાએથી મંજુરી મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે

(4:41 PM IST)