News of Tuesday, 11th March 2025
માધાપર ટી.પી.માં નવા બે સર્વે નંબર ઉમેરી સરકારમાં મોકલાશેઃ દરખાસ્ત

રાજકોટ, તા., ૧૧: આગામી તા.૧૯મીએ મળનાર જનરલ બોર્ડમાં માધાપર ટી.પી.માં નવા બે સર્વે નંબર ઉમેરી પરમાર વાળો રોડ પર આવેલ સર્કલનું ઇશ્વરીયા મહાદેવ તથા કુવાડવા રોડ પર બેચરભા પરમાર ચોક નામકરણ સહીતની ૬ દરખાસ્તોનો નિર્ણય થશે. આગામી સામાન્ય સભામાં નગર રચના યોજના નં.૧૧ માધાપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમય મર્યાદામાં ત્યારબાદ તાજેતરમાં શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા તા. ૧૪ ઓગસ્ટના નોટીફીકેશન આવેલ છે. અને સ્કીમને લાગુ સર્વે.નં.૫૧૨ તથા ૫૧૪ ની જમીનનો સમાવેશ નગર રચના યોજના વિસ્તારમાં કરવાનો રહેશે, તેમ જણાવેલ છે.શહેરના સીનર્ઝ હોસ્પિટલ પાછળના પરમાર્શ કરવા સુચના કરવામાં આવેલ છે.
કમિશનરશ્રીનો ઉપરોક્ત રિપોર્ટ લક્ષમાં લેતા, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની જોગવાઇ હેઠળ નવી મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ તૈયાર કરવાના કામે, શહેર આયોજન વગરનો જે વિસ્તાર છે તેના સુઆયોજિત વિકાસ માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ હેઠળ નવી મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૧૧ માધાપર તૈયાર કરવા માટે તથા તે માટે મુખ્ય નગર નિયોજકશ્રી-ગુજરાત રાજ્યનો જરૂરી પરામર્શ મેળવવા માટે આ કમિટી સામાન્ય સભાને ભલામણ કરે છે.
આ ઉપરાંત આ જનરલ બોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાની હદમા આખરી નગર રચના યોજના નં.૯ રાજકોટના સોશિયલ ઇન્ફા. હેતુ ના અનામત પ્લોટ નં.એસ.આઈ.પ/પૈકીની જમીન -રાજકોટ રાજપથ લિ-ને સી.એન.જી.- બસ ડેપો બનાવવા માટે ફાળવવા શહેરના વોર્ડ નં.૦૩માં એઈમ્સ હોસ્પિટલવાળા રોડ પર આવેલ સર્કલનું ઈશ્વરીયા મહાદેવ મંકલ નામકરણ કરવા, શહેરના વોર્ડ નં.૦૫માં કુવાડવા રોડ પર ડી માટે વાળા ચોકનું બેચરભા પરમાર ચોક નામકરણ કરવા,
શહેરના વોર્ડ નં.૧૫માં ચુનારાવાડ-૫ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.૫માં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દુર કરવા સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે.
(2:54 PM IST)










