<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રાજકોટ માટે ઉનાળો પસાર કરવો આકરોઃ સરકાર પાસે ખોળો પાથરતા શાસકો

મનપા પદાધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ સમક્ષ રજુઆતઃ પ્રભારી મંત્રી રાધવજીભાઇ જોડાયાઃ શહેરને દરરોજ ૩૯પ એમએલડીની જરૂરીયાતઃ ૯૦ એમએલડી પાણીની ઘટ પડવાની ચિંતા દર્શાવી

 

રાજકોટ, તા. ૧૧: શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મુખ્‍યસ્ત્રોત આજી ડેમ બાદ ન્‍યારી ડેમમાં પણ સૌની યોજના મારફત પાણી ઠાલવવા મનપાના પદાધિકારીઓ અને ભાજપના સંગઠનના લોકો ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રીને મળવા પહોંચ્‍યા છે.

એપ્રિલ માસથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સૌની યોજના હેઠળ મળતું નર્મદા નીર બંધ થવાનું છે ત્‍યારે ઉનાળામાં પાણી વિતરણ પર અસર ન પડે તે માટે મેયર નયનાબેન, ડે. મેયર નરેન્‍દ્રસિંહ, સ્‍ટે ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના લીલુબેન તથા દંડક મનીષભાઇ સાથે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મહામંત્રીઓ વિરેન્‍દ્રસિંહ તથા અશ્વિનભાઇ તથા વોટર વર્કસ ચેરમેન અશ્વિન પાંભર, કુવરજીભાઇને મળના છે આ મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રી રાધવજીભાઇ પણ જોડાયા હતા.

કોર્પો. અને સરકાર વચ્‍ચે ચાલતા પત્ર વ્‍યવહાર વચ્‍ચે  બેડી ખાતે પાઇપલાઇન મારફત આવતું ૧૩પ એમએલડી પાણી અન્‍ય કોઇપણ વૈકલ્‍પિક રીતે ચાલુ રહે તેવી સરકારને રજૂઆત કરવા સમય માંગવા નકકી કરાયું છે.

ત્રણ દિવસથી આજી-૧ ડેમમાં તો સૌની યોજનાનું પાણી ઠલવવાનું શરૂ થઇ ગયું છે. તેવામાં હવે આજથી ન્‍યારી-૧ ડેમ માટે પણ પમ્‍પીંગ શરૂ કરાતા આજથી ન્‍યારીમાં પણ સૌનીનું પાણી શરૂ થઇ જાય તેવા નિર્દેશ છે. સરકાર એપ્રિલ અને મેમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં આવતી સૌની યોજનાની કેનાલ બંધ કરવાની છે. બે મહિનાથી અન્‍ય વિકલ્‍પોની તૈયારી ચાલી રહી છે. એપ્રિલમાં ઉનાળો ધગધગવા લાગ્‍યો હશે ત્‍યારે પાણીની કોઇ મુશ્‍કેલી ન પડે તે માટે આયોજન ચાલુ છે. સરકારે એડવાન્‍સમાં આજી અને ન્‍યારી-૧ ડેમમાં સૌની યોજનાનું પાણી ઠલવવાનું શરૂ થઇ ચુકયું છે.

વર્ષોથી પાઇપલાઇન મારફત બેડી ખાતે આવતું નર્મદા યોજનાનું ૩૩ ટકા જેટલું પાણી બંધ થાય એટલે મુશ્‍કેલી પડે તેમ છે. બેડી ખાતેથી ઇસ્‍ટ ઝોન અને નવા ભળેલા તથા ન્‍યારા હેઠળ આવતા વિસ્‍તારોને પાણી પહોંચાડવામાં આવે છે. અન્‍ય વિસ્‍તારોને ડેમો મારફત પાણીની સપ્‍લાયની વ્‍યવસ્‍થા ગોઠવાયેલી છે. ડેમો તો સરકાર છલોછલ ભરી દેશે, પરંતુ પાઇપલાઇન મારફત આવતું આ પાણી બંધ થાય તો મુશ્‍કેલી થવા ચિંતા છે. આથી આટલો જથ્‍થો અન્‍ય કોઇ પણ રસ્‍તેથી રાજકોટને ચાલુ રહે તે અનિવાર્ય છે.  સરકારને રજુઆત કરવા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો સમય લેવા નકકી કરવામાં આવ્‍યું હતું.

અગાઉ શહેર ભાજપ ઙ્કમુખ માધવ દવે, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, વોટર વર્કસ ચેરમેન અヘનિ પાંભર, અધિકારીઓની બેઠક મળી હતી.આ બેઠકમાં વોટર વર્કસ ચેરમેને પાણીની હાલની અને એપ્રિલ માસની સંભવિત સ્‍થિતિનો રીપોર્ટ રજૂ કર્યો હતો. તે બાદ સરકારને રૂબરૂ માહિતગાર કરવા નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

હાલ આજી ડેમ પર બે પમ્‍પથી પાણી ઠલવાઇ રહ્યું છે. આજથી ન્‍યારી માટે પણ એક પમ્‍પ ચાલુ કરવામાં આવ્‍યો છે. કેનાલ બંધ થાય તે પહેલા આ બંને જળાશય પુરા ભરી દેવા સરકારનું પણ આયોજન છે. હાલ રાજકોટમાં રોજ ૩૯પ એમએલડી પાણીનું વિતરણ ૧૮ વોર્ડમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવે છે. આજી-૧માંથી ૧૩૦ ન્‍યારી-૧માંથી ૧૪૦, ભાદરમાંથી ૩પ અને બાકીનું પાણી પાઇપલાઇન મારફત મળે છે.આથી બેડીના પાણીનો વિકલ્‍પ શોધવો હાલ કેન્‍દ્રમાં આવી ગયો છે. આ આવક અને સપ્‍લાયમાં કોઇ ખલેલ ન પડે તેનું મહાપાલિકા શાસકો ઉનાળા અને ચૂંટણી વર્ષમાં ખાસ ધ્‍યાન રાખવા માંગે છે. જેથી ઉનાળામાં પણ શહેરીજનોને દરરોજ ર૦ મીનીટ પાણી મળી શકે. ઉપરાંત જો મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ સમય આપે તો શહેરના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહુર્ત માટે પણ રજુઆત કરવામાં આવનાર છે.(૬.૧૮)

 

(3:06 PM IST)