News of Tuesday, 11th March 2025
સફળ ગૃહીણીથી માંડીને પાયલોટ સુધીની કારકીર્દી બનાવનાર મહીલાઓનું સન્માન
જૈન વિઝન અને સીટી ન્યુઝ દ્વારા મહિલા દિવસ અંતર્ગત ‘શક્તિ વંદના' : ગેઇમ અને ટોક શો સાથે સૌએ આનંદ ઉઠાવ્યો

રાજકોટ : નારી તું ના હારી.....સાગરને જેમ નથી માપી શકાતો એમ સન્નારીઓની શક્તિ પણ અખૂટ છે. આ જ નારીશક્તિઓને વંદન કરવા જૈન વિઝન અને સીટી ન્યુઝ દ્વારા મહિલા દિવસ નિમિત્તે ‘શક્તિ વંદના ૨૦૨૫' કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓનું સન્માન કરાયુ હતુ. પ્રમુખ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા, મુખ્ય મેહમાન તરીકે જે.એમ.જે.ગ્રુપના એમ. બી. જાડેજા, રાજકોટ શહેર ભાજપના ઉપ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, જૈન અગ્રણી સુનિલભાઈ શાહ, સોનમ ક્લોકના દીપાબેન જયેશભાઇ શાહ સેવાભાવી અને જીવદયા પ્રેમી પદ્માવતીબેન અજીતભાઈ જૈન, સીટી ન્યુઝના જાનકીબેન અનિરુદ્ધ નકુમની પ્રેરક હાજરીમાં ‘મેરે ઘર રામ આયે....' ગીતને દેશભરમાં ગુંજતું કરનાર સુનિતા જોશી સહિતના બહેનોને એવોર્ડ આપી સન્માન કરાયુ હતુ. નંદનવન બેંકવેટ ખાતે યોજાયેલ આ સમારોહમાં સુનિતાબેન જોશી ઉપરાંત વિઝયુઅલ આર્ટીસ્ટ ચૌલાબેન દોશી, બ્યુટીપીઝન્ટ વર્લ્ડ ઇન્ટરનેશનલ વિનર શ્રધ્ધાબેન વડાલીયા, અભિનેત્રી-લેખક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહલ મોદી, કે.બી.સી.માં ૧૨.૫ લાખ જેટલી માતબર રકમ જીતનાર માનસીબેન લહેરૂ, જાણીતા લેખિકા અને રોટરી કલબના પ્રેસિડેન્ટ ડો, હિતાબેન મહેતા, રૂઢીચુસ્ત પરિવારમાંથી સફળ પાયલોટ સુધીની કારકીર્દી બનાવનાર કોમલબા જાડેજા, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અને સફળ રીતે ગીરનાર આરોહણ અવરોહણ કરનાર ભૂમિકાબેન ભૂત, સફળ ગૃહીણી નેહાબેન નેહલભાઈ શુક્લ, નાની વયે યુપીએસસી પરીક્ષા ઉતીર્ણ કરી મોરબી જીલ્લા વિકાસ અધિકારી તરીકે કારકીર્દી બનાવનાર હિરલબેન વ્યાસ, બોલીવુડમાં અભિષેક બચ્ચન, તાપસી પન્નુ, જાનવી કપુર જેવા દિગ્ગજ કલકારો સાથે સ્ક્રીન શેર કરનાર અને ક્રિકેટનો શોખ ધરાવતા નિરાલી ઓઝા, સ્વીમીંગમાં રાજય અને રાષ્ટ્રકક્ષાએ અનેક કોમ્પિટીશન જીતનાર પ્રીશા ટાંક, સફળ ગૃહીણી હોવા સાથે જરૂરીયાતમંદો માટે સેવારત બહેનોના ગૃપમાં કામ કરતા અને સીટી ન્યુઝ ચેનલના માલિક નિયતિ નથવાણી, ગુજરાતી ફિલ્મ રણભુમીમાં મુખ્ય ભુમિકા ભજવનાર અને ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા શીતલ પટેલ, કોરોના જેવા કપરા કાળમાં એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરનાર સંગીતાબેન શાહ, મહીલાઓને ડ્રાઇવીંગની તાલીમ આપતા અને કેન્સર સામે જનજાગૃતિનું કામ કરતા તેમજ લાંબી દરીયાઇ સફર ખેડનાર રઘુવંશી સાહેલી ગ્રુપના હેમાબેન કક્કડ, શુટીંગ કોચ અને ઇન્ટરનેશનલ પાર્ટીસીપેટ ધ્રુવી વોરા, સોશિયલ વર્કર અને નવા પ્રતિભાશાળી કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડતા નાયબ પંકજ ઉંધાશ, જૈન વિઝન નવરાત્રીનું સફળ સંચાલન સંભાળતા ધ્રુવી મહેતા, જાણીતા નેલ આર્ટીસ્ટ ભક્તિ ભટ્ટ, વેરાવળમાં રહી ઇમિટેશન જવેલરીના વ્યવસાયને આગળધપાવી બહેનોને રોજી પુરી પાડતા ધર્મિષ્ઠાબેન આહીરને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જૈન વિઝનના દીર્ઘદ્રષ્ટા મિલન કોઠારીનાં નેતળત્વ હેઠળ નંદનવન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ એક સમારોહમાં આ મહિલાઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. આ વર્ષે શક્તિ વંદના સાથે જાણીતા લેખક અને સ્પીકર અભિમન્યુ મોદી અને જાણીતા વક્તા જ્યોતિબેન રાજ્યગુરુએ મહિલાઓમાં રહેલી શક્તિ ઉજાગર કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે અભિમન્યુ મોદી સાથે ટોક શો યોજાયો હતો. જેનું સંચાલન જલ્પા પતિરાએ કર્યુ હતું. આ વિશેષ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા, મુખ્ય મેહમાન તરીકે જેએમજે ગ્રુપના એમ. બી. જાડેજા, શહેર ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, જૈન અગ્રણી સુનિલભાઈ શાહ, સોનમ ક્લોકના દીપાબેન જયેશભાઇ શાહ સેવાભાવી અને જીવદયા પ્રેમી પદ્માવતીબેન અજીતભાઈ જૈન, સીટી ન્યુઝના જાનકીબેન અનિરુદ્ધ નકુમ, મહિલા અગ્રણી જ્યોતિબેન ટીલવા, પૂજાબા, જાડેજા, રાજકોટ ૮૯.૬ રેડિયોના પોગ્રામ હેડ સંજયભાઈ મહેતા, કાયાપલટના ડો. અંજુબેન પાડલીયા, હેલો કીટીના પારુલબેન શાહ, માયાબેન મણિયાર, રંજનબેન પંચાસરા, શર્મિષ્ઠાબેન દોશી સહિત મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઇવેન્ટનું સંચાલન પલક આચાર્ય ત્રિવેદીએ કર્યું હતું. બહેનોને વિવિધ ગેમ આર.જે. ચાંદનીએ રમાડી હતી. જૈન વિઝન મહિલા વિંગના અમીષાબેન દેસાઈ, જલ્પા પતિરા, ભાવના દોશી, મિતલ વોરા, નિરાલી પારેખ, કાજલ દેસાઈ સહિતના બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
(3:28 PM IST)










