News of Wednesday, 12th March 2025
કોઠારીયામાં ૨૮ મકાનોને નોટીસઃ વિરોધ
રણુજાધામ અને શિવધામ વિસ્તારવાસીઓનું ટોળુ મનપા કચેરીએ ધસી આવ્યુઃ કોંગ્રેસની આગેવાનીમાં ડે.કમિશનરને રજુઆત

રજૂઆતઃ શહેરના કોઠારીયામાં આવેલ શીવધામ સોસાયટી ધારકોને જગ્યા ખાલી કરાવ્યા મનપા તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવતા આ પ્રશ્ને યોગ્ય કરવા, કોંગ્રેસના રણજીત મુંઘવા, નરેશ ગઢવીની આગેવાનીમાં રહેવાસીઓ દ્વારા આજે સવારે ડે. કમિશ્નર હર્ષદ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ( તસ્વીર - અશોક બગથરીયા) (૩.૧૫)
રાજકોટ તા. ૧૨: મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવા નિર્ણય લઈ કોઠારિયા ટીપી સ્કીમ નં. ૧૨માં અંતિમ ખંડ નંબર ૪૨ સામાજીક માળખાના હેતુના પ્લોટ ઉપર કોમ્યુનિટી હોલની કાર્યવાહી કરતા આ પ્લોટ ઉપર વર્ષોથી રણુજા ધામ અને શિવધામ સોસાયટીના ૨૮થી વધુ મકાનો તોડી પાડવા માટેની નોટીસ આપતા વિસ્તારવાસીઓએ આજે કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરી ખાતે ધસી જઈ મકાનો ન પાડવા તેવી ઉગ્ર રજૂઆત ડે.મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે.
આ અંગે કોંગ્રેસના રણજીત મુંધવા અને નરેશ ગઢવીની આગેવાનીમાં રહેવાસીઓ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ૧૮ના રહેવાસીઓને કોર્પોરેશન દ્વારા શિવધામ સોસાયટીની અંદર તથા રણુજા ધામે કોમ્યુનિટી હોલના નામે ૫૦થી પણ વધારે મકાન ધારકોને રાજકીય ઈશારે નોટિસ આપતા વોર્ડ નંબર ૧૮ કોંગ્રેસના આગેવાન નરેશ ગઢવી ની આગેવાનીમાં આજરોજ કોર્પોરેશન ખાતે ૫૦ થી પણ વધારે મહિલાઓને પુરુષો કમિશનરને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા સાથે આヘર્યજનક કાર્યક્રમ રૂપે મકાનના પ્રતિક લઈને રજૂઆત કરી હતી.
વોર્ડ નંબર ૧૮ માં અનેક એવા રિઝર્વેશન પ્લોટ હોય તો આ મકાનો પાડી કોમીયો યુનિટી હોલ બનાવવાની શું જરૂૂર છેલ્લા ૨૫-૨૫ વર્ષથી રહેતા લોકોને બે ઘર ન કરવા જણાવ્યું હતું. કોઠારિયા રોડ ઉપર આવેલ શિવધામ અને રણુજાધામ સોસાયટીના રહીશોએ ડિમોલેશન કામગીરીનો વિરોધ કરી મ્યુનિસિપલ કીમશનરને રજૂઆત કરી જણાવેલ કે, અમો ને નોટીસમા વર્ણવેલ કે, અમોની કબ્જામા આવેલ જમીન ટી.પી.સ્કીમ નં.૧૨ કોઠારીયાના અંતિમખંડ નં.૪૨/એ સામાજીક માળખાના હેતુના અનામત પ્લોટમાં ભળે છે. જેનુ અંદાજીત ક્ષેત્રફળ કટલુ આવેલ આવેલ છે તે હકીકત અધુરી તથા અસ્પષ્ટ હોય તેનો આથી અમો બધા ઈન્કાર કરીએ છીએ. ખરી હકીકતે અમો બધા ઉપરોકત સ્થળે આશરે ૨૩ વર્ષોથી વધારે સમયથી પરીવાર સાથે રહતા હોય અને ગુજરાન ચલાવીએ છીએ.
ઉપરોકત જગ્યાએ દર્શાવેલ સોસાયટીમા વર્ષેથી રહેતા હોય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટી.પી.સ્કીમ (ડ્રાફટ) કરતી વખતે અમોને કોઈપણ પ્રકારની લેખીત નોટીસ દ્વારા જાણ કરાવમા આવેલ ન હોય કે અમોના કોઈ વાંધા મંગાવામાં આવેલ ન હોય તેથી પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટીસ આઘાર પુરાવા વગરની તથા ગેરકાયદેસર આપવામાં આવેલ હોય જેથી તે રદ થવાને પાત્ર છે. તેમજ સદરહું ટી.પી. સ્કીમ આપની નોટીસમા જણાવ્યા મુજબ તા. ૧૪ જુલાઇના આખરી મંજુર થઈ અમલમા આવેલ હોય ત્યારબાદ આટલા લાંબા ગાળા બાદ નોટીસ પાઠવવામા આવેલ હોય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામા આવેલ નોટીસને સમય મર્યાદાના કાયદાનો બાધ હોય તેમ છતા પણ રાજકોટ મહાનગરપાલિકા દ્રારાએ નોટીસ આપેલ હોય જેથી અમો ને નોટીસ આપેલ હોય તે ખોટી અને ગેરકાયદેસરની આપેલ હોય તે આ અરજી આપવાનુ કારણ ઉપસ્થીત થયેલ છે.
આ રજુઆત કોંગ્રેસ આગેવાનો નરેશ ગઢવી, રણજીત મુંધવા, નિલેશ ગોહિલ, વિજયભાઇ, વિક્રમભાઇ, હંસાબેન તથા સર્વે લતાવાસીઓ મોટી સંખ્યામાં કોર્પોરેશનને રજુઆત કરવા આવી પહોંચ્યા હતા.(૨.૨૭)
(2:51 PM IST)










